Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

૩૦ લાખની લુંટના ગુનામાં પકડાયેલ આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૨૦ : રૂા.૩૦,૦૦,૦૦૦ લુંટ કેસમાં આરોપી સંજયભાઇ અંબાવીભાઇ ભીમાણીને રેગ્‍યુલર જામીન પર છોડવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી નિલેશભાઇ મનસુખભાઇ ભાલોડીના મોટાભાઇની ઓફીસ મવડી પાસે આવેલ જેમાં મારા ભાઇ પાસેથી પેઢીના રૂપિયા લેવાના હોય જેથી મારા ભાઇએ રૂા. ૩૦ લાખનો સેલ્‍ફનો ચેક આપેલ હોય તે ચેક મે આરોપી સંજય ભીમાણી ચેક વટાવવા આપેલ જે ચેક વટાવેલ તેમજ રૂા. ૩૦ લાખ એકસીસ બેંકમાંથી ઉપડેલ જેથી ડેબીટનો મેસેજ આવેલની મને વાત કરેલ બાદ આશરે સવા ત્રણેક વાગ્‍યાની આસપાસ એક અજાણ્‍યા ભાઇ અમારી ઓફીસે આવેલ અને અમને વાત કરેલ કે તમારા પૈસા સંજય ભીમાણી ઉપાડવા ગયેલ તે ત્‍યા આગળ મવડી કણકોટ રોડ પર લુંટાયા છે. તેમ વાત કરતાં મે તથા મારા ભાઇએ સંજયભાઇને ફોન કરતા તેનો ફોન બંધ આવતા જેથી હું ઓફીસથી મારી ગાડી લઇ નીકળેલ ત્‍યાં આગળ રસ્‍તા પર સંજયભાઇ ભીમાણી સાથેની આવતા મને જણાવેલ કે મે બેકથી રૂપિયા ઉપાડી હુ ઓફીસ તરફ આવતો હતો ત્‍યારે મવડી કણકોટ પાસે બે અજાણ્‍યા માણસો લુંટીને રૂપિયા લઇ ગયેલ હોવાન મને વાત કરેલ અને આ સંજયભાઇ મને કઇ રીતે બનાવ બનેલ હોય તે બાબતે કોઇ ચોક્કસ જણાવતા ન હોય અને અજાણ્‍યા માણસો શું લઇ આવેલ હતા તે કેવા હતા તે બાબતે કંઇ જણાવત ન હોય અને તેઓને કોઇ મારકુટ પણ કરેલ ન હોય જેથી તેના પર શંકા જતા આ સંજય ભીમાણીએ આપેલ ચેકના રૂા. ૩૦ લાખ એકસીસ બેંકથી ઉપાડી અને અમારી પાસે ખોટી લુંટાઇ જવાની સ્‍ટોરી ઉભી કરતા હોય તેમજ સંજયભાઇ રૂપિયા લઇ ગયેલ હોવાથી આ કામના આરોપી સંજયભાઇ ભીમાણી વિરૂધ્‍ધ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ઇ.પી.કો.કલમ-૩૮૧, ૪૦૬, ૧૨૦ (બી), ૧૧૪ વિગેરેની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.
 ત્‍યારબાદ આ કામમાં પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હોય જેથી સંજયભાઇ ભીમાણીની જામીન અરજી રાજકોટ સેશન્‍સ કોર્ટમાં રજુ કરતા ત્‍યાં રદ કરવામાં આવેલ જેની સામે સંજયભાઇ ભીમાણીની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ. સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટોને ધ્‍યાને રાખી આ કામના અરજદારને જામીન પર મુકત કરવા અરજ છે.તેવી દલીલો કરેલ જે દલીલોને ધ્‍યાને લઇ જસ્‍ટીસ શ્રી એ.વાય.કોગજે અરજદાર સંજયભાઇ ભીમાણીને શરતોને આધીન રેગ્‍યુલર જામીન અરજી મંજુર કરેલ હતા.
આ કામના અરજદાર/ આરોપી સંજયભાઇ અંબાવીભાઇ ભીમાણી વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી સમીરભાઇ ગોગડા રોકાયેલ હતા.

 

(3:21 pm IST)