Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ગર્ભ પરિક્ષણ કેસમાં બીજી વાર પકડાયેલ આરોપીની રીમાન્‍ડ રદઃ જામીન મંજુર

રાજકોટ તા. ર૦: રાજકોટના ચકચારી ગર્ભ પરીક્ષણ કૌભાંડમાં બીજી વાર ઝડપાયેલ આરોપીના ૭ દિવસના રિમાન્‍ડ ‘ના' મંજુર કરી કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા હતાં.
ફરીયાદની ટુંકી હકીકત એવી છે કે, તા. ૧૭-૧-ર૦રરના બી. ટી. સવાણી હોસ્‍પિટલ પાછળ આવેલ શિવશકિત સો.માં બ્‍લોક ર૦૪ના મકાનમાં ગર્ભનું ગેરકાયદાકીય જાતિ પરિક્ષણ કરવામાં આવતું હોય અને હાલ ગર્ભ પરિક્ષણ ચાલુ હોય તે અંગેની સચોટ માહિતી પોલીસને મળેલ હોય જેથી પોલીસ કર્મી. સ્‍થળ પહોંચતા ડો. મુકેશ ટોળીયા, કમ્‍પાઉન્‍ડર અવેશ પીંજારા તથા અન્‍ય યુવતીનાઓને મહિલા દર્દીનું વાયરલેસ સોનોગ્રાફી કરવાના મશીનથી ગર્ભ પરીક્ષણ કરતા મળી આવેલ હોય PC&PNDT એકટ ૧૯૯૪ ની કલમ ૩, ૪, પ(ર), ૬, ૧૮, ર૩ તથા આઇપીસી ૧૧૪ અંગેના આરોપો સાથે ગાંધીગ્રામ ર (યુનિ.) પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ બાદ વધુ તપાસ માટે ૭ દિવસના રિમાન્‍ડ અરજી સાથે પોલીસ કોર્ટ સમક્ષ આરોપીઓને હાજર કરેલ. કોર્ટમાં રિમાન્‍ડ અંગેની ફરિયાદી પક્ષે અને બચાવ પક્ષે દલીલ કરવામાં આવેલ. દલીલો સાંભળી નામદાર કોર્ટ દ્વારા રિમાન્‍ડ અરજી નામંજુર કરી ફગાવી દીધેલ ત્‍યારબાદ બીજી વાર આવાજ ગુન્‍હાનો આરોપી અવેશ રફીકભાઇ પીંજારાની જામીન અરજી મુકવામાં આવેલ હતી.
કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળવામાં આવેલ, ગુન્‍હાનિ સજાની જોગવાય જોયા બાદ જામીન અરજી મંજૂર કરી આરોપીને જામીન મુકત કરવામાં આવેલ છે.
આ કામના આરોપી અવેશ રફીકભાઇ પીંજારાવતી રાજકોટના ધારાશાષાી ભાવેશ બાંભવા, હિતેષ વિરડા તથા મેહુલ ઝાપડા રોકાયેલ હતા.

 

(3:21 pm IST)