Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

લોકાર્પણ માટે લક્ષ્મીનગર અન્ડર બ્રીજ તૈયાર

રાજકોટઃ શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વાર સમા લક્ષ્મીનગર નાલાની બાજુમાં  બની રહેલ અંડર બ્રિજનું કામ પુર્ણતાને આરે  પહોંચતા આ બ્રિજ લોકો માટે આ માસના અંત સુધીમાં ખુલ્લો મુકવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ નવું અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોએ શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવી છે.

(3:30 pm IST)