Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જનરલ બોર્ડમાંથી વિપક્ષનું વોકઆઉટ : કલાકમાં બે જ પ્રશ્નોની ચર્ચા !!

મનપાની ૪ માસ બાદ મળેલ સામાન્‍ય સભામાં ૧૬ કોર્પોરેટરો દ્વારા ૩૫ પ્રશ્નો પૂછવામાં આવેલ : બોર્ડમાં લોકપ્રશ્નોને બદલે શાસકોએ પોતાના જ પ્રશ્નો ચર્ચતા ભાનુબેન સોરાણી આકરા પાણીએ

ચર્ચાથી શરૂઆત-વિપક્ષનું વોક આઉટઃ સામાન્‍ય સભા બની એક તરફી

મનપાનું જનરલ બોર્ડ ચાર માસ પછી મળ્‍યું હતું. તેમ છતાં આ બોર્ડના નિયત સમય ૧ કલાકમાં માત્ર બે જ પ્રશ્‍નોની ચર્ચા થઇ હતી. લોક પ્રશ્‍ન ન ચર્ચાતા વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૧પના નગરસેવીકા ભાનુબેન સોરાણીએ વિપક્ષને ઉધડો લઇ સભાગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. ઉપરોકત તસવીરોમાં સામાન્‍ય સભામાં અધ્‍યક્ષ મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન, મ્‍યુ. કમિશ્‍નર અમિત અરોરા, સેક્રેટરી રૂપારેલીયા તથા એચ. જી. મોલીયા સહિતના અધિકારીઓ નજરે પડે છે. જયારે વચ્‍ચેની તસવીરોમાં કોર્પોરેટરો તથા નીચેની તસવીરોમાં વોક આઉટ કરતા ભાનુબેન સોરાણી અને વોક આઉટ બાદ વિપક્ષની જગ્‍યા ખાલીખમ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૯ : આજે મનપાનું સામાન્‍ય સભા સામાન્‍ય જ રહેવા પામી હતી. કુલ ૩૩ પ્રશ્નોમાંથી માત્ર બે જ પ્રશ્નોની ચર્ચા થઇ શકી હતી. જેમાંથી વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર ભારતીબેનના લાયબ્રેરી અંગેના પ્રશ્નએ જ મોટાભાગનો સમય લીધો હતો. જ્‍યારે આરોગ્‍યને લગતા પ્રશ્નને ચર્ચા માટે ટૂંકો સમય મળ્‍યો હતો. સભાની શરૂઆત વંદે માતરમ ગાનથી થયેલ. જ્‍યારે અંતમાં ગુજરાતમાં ભાજપ ફરી સત્તારૂઢ થતા અને ભારતને જી-૨૦ દેશોનું અધ્‍યક્ષપદ મળતા ભૂપેન્‍દ્રભાઇ તથા નરેન્‍દ્રભાઇને અભિનંદન ઠરાવ સાથે સભા સમાપ્‍ત થઇ હતી.

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મળ્‍યું હતું. જેમાં ચૂંટણીને કારણે પેન્‍ડિંગ તેમજ તાજેતરમાં મળેલી સ્‍ટેન્‍ડિંગમાં લેવાયેલા નિર્ણયો સહિતની ૧૭ દરખાસ્‍ત મૂકવામાં આવી હતું પરંતુ બોર્ડ શરૂ થયું તેની થોડી જ વારમાં વિપક્ષી નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ વોક આઉટ કર્યું હતું અને મીડિયાને જણાવ્‍યું હતું કે,‘એક જ પ્રશ્નની કલાક સુધી ચર્ચા કરે છે,બહાર નીકળે તો જનતાની પરેશાની દેખાય ને!'

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, સામાન્‍ય રીતે દર બે મહિને જાય છે તેમાં પણ એકમાત્ર લાઇબ્રેરીની જ એક કલાક સુધી ચર્ચા ચાલે છે અન્‍ય કોઈને બોલવાનો મોકો નથી મળતો ને માત્ર ભાજપના કોર્પોરેટરો લાઇબ્રેરીની રસ ચર્ચા કર્યા કરે છે રાજકોટમાં અત્‍યારે રોગચાળો વધે છે જનતા બીમારીનો સામનો કરી રહી છે તેની ચર્ચા તો જનરલ બોર્ડમાં કરવામાં જ નથી આવતી. અનેક સ્‍થળોએ પીવાનું પાણી ગંદુ આવે છે તો તેની ચર્ચા કોણ કરશે આ બધી સમસ્‍યાઓ અંગે જનરલ બોર્ડમાં ચર્ચા કરવી જોઈએ તેની તો કોઈ ચર્ચા નથી કરતો. આ સિવાય અમે જે પ્રશ્નો રજૂ કરીએ છીએ તેને પણ તેને લેવામાં નથી આવતા. આજ કારણથી આજે અમે લોકોએ વોક આઉટ કર્યું છે.

મનપાના સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે રમેશભાઇ છાયા ઓડીટોરીયમ ખાતે સવારે ૧૧ વાગ્‍યે યોજાયેલ સામાન્‍ય સભાનો પહેલો પ્રશ્ન વોર્ડ નં. ૧૪ના ભાજપના નગરસેવિકા ભારતીબેન દ્વારા શહેરમાં ચાલતી લાયબ્રેરી અંગે પૂછવામાં આવ્‍યો હતો. જેમાં શહેરમાં કુલ કેટલી લાયબ્રેરીઓ છે ?, ફરતી લાયબ્રેરીની સંખ્‍યા, સભ્‍યો કેટલા, ફીનું માળખુ, પુસ્‍તકોની સંખ્‍યા, કુલ ખર્ચ સહિતની વિગતો અધિકારીઓ પાસેથી માંગી હતી.

આ પ્રશ્નના જવાબમાં કમિશનર અમિત અરોરાએ વિગતો આપી હતી. જેમાં ફરતી લાયબ્રેરીના શહેરમાં કુલ ૩૨ સ્‍ટોપ છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૧૦માં સ્‍ટોપ છે. ઉપરાંત શહેરની લાયબ્રેરીઓમાં ૨ લાખથી વધુ પુસ્‍તકો છે. કર્મચારીઓ, વાહનો અને અન્‍ય મળીને ૨૯ લાખથી વધુનો વાર્ષિક ખર્ચ થાય છે. ઉપરાંત ઇસ્‍ટ ઝોનમાં નવી અદ્યતન લાયબ્રેરીનું કામ પૂર્ણતાના આરે હોવાનું પણ કમિશનરે વિગતો આપતા જણાવેલ.

જ્‍યારે બીજો પ્રશ્ન પણ ભારતીબેન દ્વારા આરોગ્‍યની માહિતી માંગતો કરવામાં આવ્‍યો હતો. જેમાં કેટલાક ફરતા દવાખાના કાર્યરત છે, છેલ્લા ૬ માસમાં કેટલા લોકોએ લાભ લીધો, કઇ-કઇ તપાસ કરવામાં આવે છે. વગેરે બાબતો અંગે જાણકારી માંગતા અધિકારીઓએ છેલ્લા છ માસમાં ૪ હજારથી વધુ લોકોએ લાભ લીધો હોવાનું જણાવી શહેરમાં ફરતી બે ડીસ્‍પેન્‍સરીમાં તાવ, શરદી, ઉધરસ, પેટની તકલીફો તથા ચામડીના રોગોની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે અને જરૂર લાગ્‍યે દર્દીને વધુ સારવાર માટે રીફર પણ કરાય છે.

 

બોર્ડમાં ૬૪ સભ્‍યો રહ્યા ઉપસ્‍થિત

રાજકોટઃ આજે યોજાયેલ બોર્ડમાં ભાજપના ૬૮ પૈકી ૬ર તથા કોંગ્રેસના ર સહિત કુલ ૭૦ પૈકી ૬૪ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. ભાજપના પ કોર્પોરટરોએ અગાઉથી રજા રીપોર્ટ આપ્‍યા હતા જયારે એક સભ્‍ય ગેરહાજર રહ્યા હતા.

 

કઇ આવાસ યોજનાનું શું નામ?

આવાસ યોજના વિસ્‍તાર         આવાસોનું નામ

વોર્ડ નં. ૪ માં ટી.પી.૩૧ ના એફ.પી. ૩૧/એ૩૧/૩ અને વિનોબા ભાવે

૩૧/૪ ભગવતીપરા મેઇન રોડ, જયપ્રકાશનગર પાસે    ટાઉનશીપ

(સ્‍માર્ટઘર-પ અને ૬ પાર્ટ) (EWS-I)

વોર્ડ નં. ૪ માં ટી.પી.૩૧ ના એફ.પી. ૩૧/એ૩૧/઼૪ અને        શહીદ રાજગુરૂ

૩૧/૪ ભગવતીપરા મેઇન રોડ, જયપ્રકાશનગર પાસે    ટાઉનશીપ

(સ્‍માર્ટઘર-પ અને ૬ પાર્ટ) (EWS-I)

વોર્ડ નં. ૧૧ માં ટી.પી.ર૪ ના એફ.પી.પ૭/૧  પેન્‍ટાગોન         રવિન્‍દ્રનાથ ટાગોર

એપાર્ટમેન્‍ટ પાછળ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ        ટાઉનશીપ

સામે (EWS-I)

વોર્ડ નં. ૧૧ માં ટી.પી.ર૪ ના એફ.પી.પ૭/ર પેન્‍ટાગોન કલ્‍પના ચાવલા

એપાર્ટમેન્‍ટ પાછળ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ        ટાઉનશીપ

સામે (EWS-II)

વોર્ડ નં. ૧ર માં ટી.પી.ર૭ ના એફ.પી.૪૧/એ, સેલેનીયમ શિવ

હાઇટસ સામે, મવડીથી પાળ ગામ રોડ  (LIG)  ટાઉનશીપ

વોર્ડ નં. ૧ર માં ટી.પી.ર૭ ના એફ.પી.૪૮/એ, સેલેનીયમ મીરાબાઇ

હાઇટસ સામે, મવડીથી પાળ ગામ રોડ  (MIG) ટાઉનશીપ

વોર્ડ નં. ૧૦ માં ટી.પી.૦પ ના એફ.પી.૩૪૮ જડ્ડસ       લાલા લાજપતરાય

રેસ્‍ટોરન્‍ટ રોડ, હેવલોક એપાર્ટમેન્‍ટ સામે,        ટાઉનશીપ

નાનામવા રોડ  (MIG)

વોર્ડ નં. ૦૧ માં ટી.પી.૯ ના એફ.પી.૦ર દ્વારિકાધીશ     શહિદ સુખદેવ

હાઇટસ સામે ઓસ્‍કાર સ્‍કાય પાર્કની બાજુમાં,     ટાઉનશીપ

૧પ૦ ફૂટ રીંગ રોડ (MIG)

વોર્ડ નં. ૧ માં ટી.પી.૩ર (રૈયા) ના એફ.પી.૬૩/૧૦,     જીજાબાઇ

રૈયાધાર એચ.ટી.પી. સામે, રૈયા રોડ,   ટાઉનશીપ

લાઇટ હાઉસ પ્રોજેકટ.

(3:30 pm IST)