Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજકોટ જીલ્લા બેંક દ્વારા મોરબી જીલ્લાના પાક ધિરાણના દર નક્કી

રાજકોટ જીલ્લા સહકારી બેંક દ્વારા મોરબી જીલ્લાના પાક ધિરાણના દર નક્કી કરવા મળેલ જીલ્લા કક્ષાની સમીતીની બેઠકની તસ્‍વીર.

રાજકોટ, તા., ૨૦: શ્રી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર/સીઇઓ શ્રી વી.એમ.સખીયાની યાદીમાં જણાવ્‍યા મુજબ નાબાર્ડની માર્ગદર્શીકા અન્‍વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે મોરબી જીલ્લામાં ઉગાડવામાં આવતા વિવિધ પાકોના હેકટર દીઠ પાક ધિરાણના દર નક્કી કરવા માટે મોરબી જીલ્લાની અલગ-અલગ ડીએલટીસી (ડીસ્‍ટ્રીકટ લેવલ ટેકનીકલ કમીટી)ની મીટીંગ જીલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણના અધ્‍યક્ષસ્‍થાને મળેલ હતી.

મીટીંગમાં નાબાર્ડના ડીડીએમ, અન્‍ય બેંકોના પ્રતિનિધિઓ, મંડળીઓના પ્રતિનિધિ, સહકારી અગ્રણીશ્રી અમૃતલાલ વિડજા તથા જીલ્લાના પ્રગતીશીલ ખેડુતો હાજર રહેલ. આ મીટીંગમાં વર્ષ ૨૦૨૩-ર૪ માટે વિવિધ ખરીફ/ રવિ પાકોના પાક ધિરાણના દર નક્કી કરવામાં આવેલ.

બેંકના ચેરમેન શ્રી જયેશ રાદડીયાના સફળ નેતત્‍વ હેઠળ શ્રી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક મારફત તમામ પ્રકારના પાક ધિરાણો ઉપરાંત ખેડુતોને તમામ જરૂરીયાતો સંતોષવા મધ્‍યમ મુદત ખેતી ધિરાણો, હાઉસીંગ લોન, રૂરલ ગોડાઉન લોન તથા પર્સનલ લોન પણ આપવામાં આવે છે. તેમજ બેંક મારફત ધિરાણ લેતા તમામ સભાસદોનો રૂા. ૧૦ લાખનો અકસ્‍માત વિમો બેંક તરફથી ઉતરાવવામાં આવેલ છે. આમ ખેડુતો માટે અનેક પ્રકારની કલ્‍યાણકારી યોજનાઓ આ બેંક તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. (૪.૫)

 

ક્રમ     પાકનું નામ     વર્ષ ર૦ર૩-ર૪

૧  મગફળી  ૮૮,૦૦૦

૨  કપાસ પિયત      ૧,૧૦,૦૦૦

૩   મકાઇ    ૪૭,૦૦૦

૪   ઘઉં પિયત        ૬૧,૦૦૦

૫   ડુંગળી    ૭૩,૦૦૦

૬   લસણ    ૭૩,૦૦૦

૭   જીરૂ       ૬૨,૦૦૦

૮   ચણા   ૩૮,૦૦૦

(11:57 am IST)