Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

બુધવારે બોલીવુડ ગાયક દર્શન રાવલની સંગીત સંધ્‍યા

મનપા દ્વારા પ્રજાસત્તાક પૂર્વ સંધ્‍યાએ ‘સુનહરી સાંજ' : છોગાળા તારા.. ઓરે છબીલા તારા.. ઓરે રંગીલા તારા... ફેઇમ : રેસકોર્ષના રમેશ પારેખ રંગદર્શન ખાતે આયોજન : મેયર પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓની જાહેરાત

મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્‍યા તા. ૨૫ જાન્‍યુઆરીના પ્‍લેબેક સીંગર દર્શન રાવલ પ્રસ્‍તુત ‘સુનહરી સાંજ' કાર્યક્રમની માહિતી મેયર પ્રદિપ ડવએ આપી હતી. આ સાથે સ્‍ટે. કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુ ધવા, શાસક પક્ષના દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તથા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયા તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦ : આગામી ૨૬મી જાન્‍યુઆરીએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્‍યાએ તા. ૨૫મી જાન્‍યુઆરીએ પ્‍લેબેક સીંગર દર્શન રાવલની ‘સુનહરી સાંજ' સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, વિનુભાઇ ધવા, સુરેન્‍દ્રસિંહ વાળા તથા પરેશ પીપળીયાએ જણાવ્‍યું હતું.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, સમાજ કલ્‍યાણ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નગરજનોને પ્રાથમિક સુવિધા, અનેકવિધ વિકાસના પ્રોજેક્‍ટો વગેરેની સાથોસાથ સ્‍પોર્ટસ એક્‍ટીવીટી, સાઈક્‍લોથોન, ફલાવર શો, આતશબાજી ઉપરાંત સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રીય પર્વ, ગુજરાત રાજયના સ્‍થાપના દિવસ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્‍થાપના દિન તથા હોળી ધુળેટી પર્વએ સંગીત સંધ્‍યા, હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન વગેરે જેવા કાર્યક્રમો રાખવામાં આવે છે. અન્‍વયે આગામી ૨૬ જાન્‍યુઆરી પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્‍યા તા.૨૫ના રોજ સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલ પ્રસ્‍તુતᅠ‘સુનહરી સાંજ'ᅠ(સંગીત સંધ્‍યા) નું આયોજન કરવામાં આવ્‍યું છે. દર્શન રાવલે હિન્‍દી ફિલ્‍મ તથા ગુજરાતી અને તેલુગુ ગીતો ગાયેલ છે. 

 

દર્શન રાવલના સુપ્રસિધ્‍ધ ગીતો

  •  છોગાળા તારા (લવ યાત્રી)
  •  મે વો ચાંદ (તેરા સુરૂર)
  •  તેરી આંખો મે (આલ્‍બમ સોંગ)
  •  બેખુદી (તેરા સુરુર)
  •  હવા બનકે (આલ્‍બમ સોંગ)
  •  પેહલી મહોબ્‍બત (આલ્‍બમ સોંગ)
  •  તુ મિલ્‍યા સારી કી સારી

   (આલ્‍બમ સોંગ)

  •  મહેરમાં (આલ્‍બમ સોંગ)
  •  તેરા ઝીકર (આલ્‍બમ સોંગ)
  •  કમરીયા (મિત્રો) ᅠᅠᅠ
  •  કભી તુમ્‍હે (શેરશાહ)ᅠ
  •  ઇસ કદર (આલ્‍બમ સોંગ)ᅠ
  •  કેશરીયા તેરા (લાઈવ કોન્‍સર્ટ)
  •  એક તરફા (આલ્‍બમ સોંગ)ᅠ
  •  નયન ને બંધ રાખીને

(આલ્‍બમ સોંગ)

  • ઓઢણી (મેડ ઇન ચાઈના)
(3:56 pm IST)