Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કાલે શનિશ્વર અમાસઃ માલણ માતાજીના મંદિરે પુજન-મહાઆરતી

રાજકોટઃ શહેરમાં રૈયારોડ ઉપર રૈયાચોકડી પાસે આવેલ શ્રી મામાસાહેબની જગ્‍યામાં બિરાજતા શ્રી માલણ માતાજીના મંદિરે આવતીકાલે તા.૨૧ના શનિવારે શનિદેવના મંદિરે શનિશ્વર અમાસની ઉજવણી પુરા હર્ષોલ્‍લાસથી કરવામાં આવશે શનિશ્વર અમાસનું ખૂબ જ મહત્‍વ રહેલુ છે આ દિવસે ભગવાન શિવ, હનુમાનજી મહારાજ તેમજ શનિદેવ મહારાજ ત્રણેય દેવોની પૂજા માટે અતિ ઉતમ દિવસ છે. એ ઉપરાંત પિતૃઓને મોક્ષ માટે પુજનનો સર્વોત્તમ દિવસ છે. જે મહાપર્વ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે શનિદેવની પુજા સરશીયા તેલ, આકડાની માળા, કાળા તલ, કાળા મગ વગેરે દ્વારા પૂજન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ લોખંડી સાકળ અર્પણ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને પનોતી અને સાળાસાતીમાં રાહત થાય છે. આ શનિવારી અમાસની સંધ્‍યાએ મહંત શ્રી સર્વેશ્વરદાસ જાનકીદાસ કાઠીયાબાપુ દ્વારા શની મહારાજનું પુજન બાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે નિજમંદીરમાં મહંત શ્રી સર્વેશ્વરદાસ જાનકીદાસ કાઠીયાબાપુ દ્વારા દરરોજ સાંજે આરતી બાદ મહાપ્રસાદ રૂપે અન્‍નક્ષેત્ર ચલાવવામાં આવતુ હોવાનું બાપાસીતારામ યુવક મંડળના કેશુભાઇ આર.રાઠોડ(શ્રી માલણમાં પરિવાર)ની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)