Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જીવદયા ઘર'ને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ

મકરસંક્રાંતિના દિને ઇમ્‍પીરિયલ હાઇટ, બીગ બજારના સામે ‘જીવદયા ઘર'ને એમ્‍બ્‍યુલન્‍સ અર્પણનો કાર્યની યોજાયો હતો. રાષ્‍ટ્ર સંત, કરૂણા સાગર પૂ.નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી જીવદયા ઘર પાંજરાપોળ દ્વારા એક જરૂરી સવલતો સાથે શકય એટલી સરળતાથી અબોલ જીવોની સારવાર થઇ શકે, સ્‍ટેચર દવા, રાખવા મીની ફ્રીજ એવા ઘણા ફેરફારો, કરાવી ઓકિસજનની વ્‍યવસ્‍થા સાથે આ એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ માન. જીવદયા પ્રેમી પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલના શુભ હસ્‍તે કરવામાં આવેલ હતું. હાલમાં જીવદયા ઘર પાંજરાપોળ દ્વારા અમુલ ચોક, આજીડેમ પાસે, ભાવનગર રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકાએ પકડેલા ૧૭૦૦ ઉપરાંત નિરાધાર ગૌમાતા, વાછરડાઓ આદિ પશુઓનો નિભાવ કરી રહેલ છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા, ગૌપ્રેમી ડો.વલ્લભભાઇ કથીરિયા, શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી પ્રદીપભાઇ ડવ, ફોરેસ્‍ટ વિભાગના ડીસીએફ અધિકારી તુષારભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામક ખાનપરા ઉપસ્‍થિત રહેલ હતા. આજે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે રાજકોટ મહાનગરપાલીકા, જીવદયા ઘર પશુ પક્ષી સારવાર કેમ્‍પમાં આરએમસીના ડો.ભાવેશભાઇ ઝાકાસનિયા, જૂનાગઢ વેટરનરી કોલેજના ડો.રઘુવીરભાઇ ભટ્ટ, ડો.પિયુષભાઇ ડોડીયા, ડો.રાજેશભાઇ વાળા વિ.એ. અનેક જીવોને સારવાર આપી બચાવેલ હતા. જીવદયા ઘર પાંજરાપોળના યુવા ટ્રસ્‍ટી યશભાઇ શાહ, ઉદિતભાઇ શેઠ, જૈન અગ્રણી મયુરભાઇ શાહ, ચંદ્રકાંતભાઇ શેઠ, જીવદયા પ્રેમી હરેશભાઇ શાહ, ધર્મેન્‍દ્રભાઇ શાહ, અર્હમ ગ્રુપના ભાવેશભાઇ શેઠ, તુષારભાઇ મહેતા, સેતુરભાઇ દેસાઇ, વર્ધમાનનગર, શ્વે.મૂર્તિપૂજન સંઘના ટ્રસ્‍ટી પ્રકાશભાઇ શાહ, તેમજ પ્રશાંતભાઇ શેઠ, મીનાબેન ઓડેદરા, ઉત્તમભાઇ રાઠોડ, મિતભાઇ ખખ્‍ખર, સરોજબેન શાહ, ભવ્‍યાશેઠ, મીનાબેન ખુંટી, જેનીશભાઇ પાનસુરીયા, હાર્દિકભાઇ દેવમુરારી, જયભાઇ જોશી, ચેતનાબેન તન્‍ના, નિલેષભાઇ તન્‍ના, દર્શકભાઇ કામદાર વિગેરે ઉપસ્‍થિત રહેલ હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન કુ.પ્રિયાબેન યોગેશભાઇ શાહે કરેલ હતું.

(3:32 pm IST)