Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગઇકાલે ઓશોની પુણ્‍યતીથી નિમિતે આશ્રમમાં પ્રવેશ ઇચ્‍છતા અનુયાયીઓને પ્રવેશ નહિ અપાતા રોષ

પુના, તા., ૨૦: આશ્રમની અંદરની જમીન વેચવાનો વિરોધ કરી રહેલા અસંખ્‍ય અનુયાયીઓને કાલે ગુરૂવારે ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન પ્રબંધને ઓશોની પુણ્‍યતીથી મનાવવા આશ્રમમાં પ્રવેશતા અટકાવ્‍યા હતા. આ પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે  તેમને ઓશોની સમાધીમાં પ્રવેશ કરવાની જે લોકો મનાઇ  કરી રહયા છે તેઓ ઓશો દ્વારા  દિક્ષા અપાયેલા, માળા પહેરેલા સંન્‍યાસીઓ છે.

ઉપલી કોર્ટના એક આદેશમાં કહેવાયું છે કે અરજદાર ભકતો માટે સમાધી ઉપર જવા ઉપર કોઇ રોક નથી અને ભકતોને જગ્‍યા ઉપર જવાની અનુમતી દેવાના આદેશના હાઇકોર્ટના પાલનને લાગુ કરવા માટે પોલીસ સુરક્ષા અને સહાય માંગવા છતા ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશને તેમને પ્રવેશ આપ્‍યો ન હતો.

પ્રવેશથી વંચીત રહેતા અનુયાયીઓએ અરજીમાં  કહયું  છે કે, આ ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન પ્રબંધન દ્વારા અદાલતની અવગણના છે. જો કે તેમણે કહયું કે, ઓઆઇએફ પ્રબંધન દ્વારા આશ્રમમાં પ્રવેશ માટે કેટલાક નિયમો બનાવાયા છે. જેમાં મરૂન વષા પહેરવા અને ગેઇટ પાસ હોવો જરૂરી છે. જયારે માળા પહેરવાની અનુમતી નથી હોતી. ઓઆઇએફ દ્વારા પુના આશ્રમમાં ઓશોના બે ભુખંડોના પ્રસ્‍તાવીત વેચાણને લઇને શિષ્‍યોનો એક સમુહ બોમ્‍બે હાઇકોર્ટમાં ન્‍યાય માટે લડી રહયો છે. ઉલ્લેખનીય છે કે ઓશોનું પુનામાં  ૧૯ જાન્‍યુઆરી-૧૯૯૦ના અવસાન થયું હતું.

(4:48 pm IST)