Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રામાપીર ચોકડી પાસે સદભાવના હોસ્‍પિટલના પાર્કીંગમાં ગેરકાયદે ખડકાયેલ મેડીકલ સ્‍ટોર-દિવાલ દુર કરો

હોસ્‍પીટલના પાછળની શેરીમાં લતાવાસીઓ તથા દ્વારીકા પ્રાઇડના દુકાન ધારકોની મ્‍યુ. કમિશ્નરને લેખીત રજુઆત : હોસ્‍પીટલના પાછળના ભાગે શેરીમાં ગેરકાયદે ગેઇટના કારણે શેરીમાં પેશન્‍ટોને લઇને આવતા વાહનોમાં સગા સબંધીઓ પડયા પાથર્યા રહેતા હોય શેરીમાં મહિલાઓ અને યુવતીઓને નિકળતા વિચાર કરવો પડે તેવી સ્‍થિતિઃ પેશન્‍ટના સગા સબંધીઓ શેરીના રહેવાસીઓ સાથે છાશવારે ઝઘડા કરે છે

તસ્‍વીરમાં દ્વારીકા પ્રાઇડના દુકાનધારકો તથા સદભાવના હોસ્‍પીટલના પાછળની શેરીમાં રહેતા લતાવાસીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) : તસ્‍વીરમાં ગેરકાયદે મેડીકલ સ્‍ટોર અને દિવાલ નજરે પડે છે.

રાજકોટ, તા., ર૦: ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી પાસે આવેલ સદભાવના હોસ્‍પીટલના સંચાલકો દ્વારા પાર્કીગ અને માર્જીનની જગ્‍યામાં બનાવેલ ગેરકાયદે મેડીકલ સ્‍ટોર તથા દિવાલનું બાંધકામ દુર કરવા દ્વારકા પ્રાઇડના દુકાન ધારકો તથા હોસ્‍પીટલની પાછળની શેરીમાં રહેતા લતાવાસીઓએ મ્‍યુ. કમિશ્નરને રૂબરૂ મળી લેખીત રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્‍યું છે કે, અમો અરજદારના દ્વારીકા પ્રાઇડ બિલ્‍ડીંગની બાજુમાં આવેલ સદ્દભાવના હોસ્‍પીટલના બિલ્‍ડીંગમાં ૧પ૦ ફુટ રીંગ રોડ આગળ આવેલ માર્જીન અને પાર્કિંગની જગ્‍યામાં હોસ્‍પીટલના સંચાલકો દ્વારા ગેરકાયદે બાંધકામ કરી પાર્કિંગ તથા માર્જીનની જગ્‍યામાં ગેરકાયદે મેડીકલ સ્‍ટોર બનાવી નાંખેલ છે. સદ્દભાવના હોસ્‍પીટલના માર્જીન અને પાર્કિંગની જગ્‍યા ગેરકાયદે બાંધકામ હોય અને ત્‍યાં કોઇ પાર્કિંગની વ્‍યવસ્‍થા ન હોય હોસ્‍પીટલમાં આવતા તમામ દર્દીઓ અમારા બિલ્‍ડીંગ પાસે વાહનો પાર્કિંગ કરે છ.ે એટલું જ નહિ, સદ્દભાવના હોસ્‍પીટલના પાર્કિંગ માર્જીનમાં ગેરકાયદે બાંધકામના કારણે અમો અરજીદારોનું બિલ્‍ડંગ દ્વારીકા પ્રાઇડ આગળ રોડ સાઇડથી દેખાતું નથી જેના કારણે દ્વારીકા પ્રાઇડ બિલ્‍ડીંગના ધંધાર્થીઓને વેપાર-ધંધામાં નુકશાન થતુ હોય હોસ્‍પીટલના પટાંગણમાં માર્જીન તથા પાર્કિંગની જગ્‍યામાં ખડકાયેલ મેડીકલ સ્‍ટોર અને દિવાલ તાત્‍કાલીક દુરકરવા માંગણી છે.

તેમજ સદ્‌્‌ભાવના હોસ્‍પીટલના સંચાલકો દ્વારા હોસ્‍પીટલની આગળ ૧પ૦ ફુટ રીંગ રોડ તેમજ પાછળના ભાગે આવતી શેરીમાં ગેઇટ રખાયો છે. હોસ્‍પીટલમાં આવતી તમામ એમ્‍બ્‍યુલન્‍સ દર્દીઓને લઇને પાછળની શેરીના દરવાજે આવે છે તેમજ હોસ્‍પીટલના પેશન્‍ટો તેના પ્રાઇવેટ વાહનમાં પાછળની શેરીમાં આવે છે. જેના કારણે હોસ્‍પીટલ પાછળ રહેતા તમામ મકાન ધારકોને પાર્કીંગ મુદ્‌્‌ે પેશન્‍ટના સગા-સંબંધીઓ સાથે માથાકુટ થાય છે.

સદ્‌્‌ભાવના હોસ્‍પીટલની પાછળની શેરીના દરવાજો એમ્‍બ્‍યુલન્‍સ તથા દર્દીઓ તેના ખાનગી વાહનોમાં આવતા જતા હોય આ શેરીમાં રહેતા બાળકો અકસ્‍માતના ભયના કારણે બહાર નીકળી શકતા નથી.

સદ્‌્‌ભાવના હોસ્‍પીટલ પાછળની શેરીમાં પેશન્‍ટના સગા અમારા ઘર સામે અને ગમે ત્‍યાં પાર્કીંગ કરી જાય છે અને ના પાડતો ઝઘડા કરે છે. અને ગાળો બોલે છે. અમારે આ ત્રાસ કાયમીનો સહન કરવો પડે છે. ગાર્બેઝ કચરાની ગાડી પણ અંદર લેતા નથી બહાર જ રાખીને ખોલે છે અને કચરો નાખે છે અતિશય બદબુ આવે છે અને શેરીમાં ખરાબ કચરો ઢોળાય જાય છે. ગ્રામીણ વિસ્‍તારના પેશન્‍ટ વધુ આવતા હોવાથી એમના સગા-સંબંધી રપ-૩૦ જેટલા આવે છે સાથે અને અમારા ઓટા ઉપર બેસી-કફ-ગળફા કાઢે છે અને બીડીના ઠુઠા પીતા હોય છે. લેબોરેટરી નીચે પાર્કીંગમાં હોવાથી પેશન્‍ટ  રૂ ના પુમડા પણ બહાર ફેંકે છે. આગળ એમનો બીજો પ્‍લોટ લઇને બાંધકામમાંગેરકાયદેસર મેડીકલ સ્‍ટોર પાર્કીંગ એરીયામાં બનાવેલ છે. જેથી પાર્કીંગ આગળ થઇ શકતુ નથી. આથી પાર્કીંગ શેરીમાં કરે છે અને મેડીકલ પણ એકવાર કોર્પોરેશન વાળા પાડી ગયા હતા અને સંચાલકો દ્વારા ફરીવાર ગેરકાયદે ખડકી દેવાયો છે. હોસ્‍પીટલની પાછળની શહેરીમાં પેશન્‍ટના સગા-સબંધીઓ પડર્યા પાથર્યા રહેતા હોય શેરીમાં મહિલાઓ  અને યુવતઓને નીકળતા પહેલા વિચાર કરો પડે છે.

સદ્‌્‌ભાવના હોસ્‍પીટલના આગળના ભાગે ગેરકાયદે બાંધકામ તથા પાછળના ભાગની શેરીનો ગેઇટ બંધ કરવા અંગે તાત્‍કાલીક યોગ્‍ય કાર્યવાહી નહી કરવામાં આવે તો અમો દ્વારીકા પ્રાઇડના દુકાનદારો તથા સદ્‌્‌ભાવના હોસ્‍પીટલની પાછળની શેરીના રહીશો ઉપવાસ આંદોલન ચાલુ કરીશું જે આપની જાણ અર્થે સારૂ...

આ રજુઆતમાં દ્વારીકા પ્રાઇડના દુકાન ધારકો ઇશાન બોરીચા, દિનેશભાઇ ભુવા, સંજય શિયાર, માધવ લોખીલ, મયુર કણસાગરા, જયદીપ ચાવડા, કુલપેશભાઇ, સાગર શાહ, જય બારડ તેમજ સદભાવના હોસ્‍પીટલ પાછળની શેરીના લતાવાસીઓ કવિતા જાદવ, બીના પીઠડીયા, મનિષા જે.શાહ, પ્રફાબેન, હીનાબેન, નિશા એ.નાગ્રેચા તથા ભાવનાબેન અને સ્‍મિતાબેન જોડાયા હતા

(3:43 pm IST)