Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આઇસીસીસીના માધ્‍યમથી ગાર્બેજ, રખડતા પશુઓ, ડ્રેનેજ લીકેજના પ્રશ્નોનું નિવારણ લાવવા અમિત અરોરાનો આદેશ

નાના મવા સર્કલ પાસે ઇન્‍ટીગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટરની મુલાકાતે મ્‍યુનીશીપલ કમિશનર

રાજકોટ, તા. ર૦ : રાજકોટ શહેરને સ્‍વચ્‍છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્‍થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૨૦-૦૧-૨૦૨૩ના રોજ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ નાનામવા સર્કલ પાસે આવેલ ઇન્‍ટીગ્રેટેડ કમા એ કંટ્રોલ સેન્‍ટર (ICCC)ની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વેસ્‍ટ ઝોન ઓફિસ ખાતે ટી.પી.સ્‍કીમ નં.૩૬નાં જમીન માલિકો સાથેની વેસ્‍ટ ઝોન ઓફિસ ખાતે ટી.પી.સ્‍કીમ નં.૩૬નાં જમીન માલિકો સાથેની મીટિંગમાં થઇ રહેલી કાર્યવાહીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

શહેરમાં થતી ગંદકી તથા ગાર્બેજ, રસ્‍તે રખડતા પશુઓ અને ડ્રેનેજ લાઈન લીકેજને લગતી ફરિયાદો વગેરેનું તાત્‍કાલિક નિવારણ લાવવા ત્‍ઘ્‍ઘ્‍ઘ્‍ના માધ્‍યમથી પણ પ્રયાસ કરવા પર મ્‍યુનિ. કમિશનરએ ભાર મુકયો હતો.

વેસ્‍ટ ઝોન ઓફિસ ખાતે મવડી વિસ્‍તારમાં આવેલ ટી.પી. સ્‍કીમ નં. ૩૬નાં જમીન માલિકોને ટી.પી.સ્‍કીમ અંગે સમજાવવાની મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેની પણ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી થઇ રહેલી કાર્યવાહીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આજની વિઝિટમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ નાયબ મ્‍યુનિ. કમિશનર  ચેતન નંદાણી, આઈ.ટી. હેડ  સંજય ગોહેલ, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર વત્‍સલ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર  દિગ્‍વિજયસિંહ તુવર હાજર રહ્યા હતા.

(3:49 pm IST)