Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છના શ્રેષ્‍ઠ ઉદ્યોગપતિઓનું સન્‍માન કરાશે : ૨૮ મીએ સમારોહ

રાજકોટ તા. ૨૦ : ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્‍કના સંયુકત ઉપક્રમે આગામી તા. ૨૮ ના શનિવારે સયાજી હોટલ કાલાવડ રોડ ખાતે સૌરાષ્‍ટ્ર કચ્‍છના અગ્રણી ઉદ્યોગપતિઓનો સન્‍માન સમારોહ યોજવામાં આવેલ છે.

જેમાં મોરબીના સીમ્‍પોલો વીટ્રીફાઇડના સી.એમ.ડી. જીતેન્‍દ્રભાઇ અઘારા, જયંત સ્‍નેકસ અને બેવરેજીસના ડાયરેકટર રાજેશભાઇ ડોબરીયા, સીલ્‍વર કન્‍ઝયુમર ઇલેકટ્રીકલ્‍સના એમ.ડી.  ધરમશીભાઇ બેડીયા, દાવત બેવરેજીસના ડાયરેકટર ચંદુભાઇ પટેલ, ડોકટર પંપના ચેરમેન પ્રફુલભાઇ વી. કામાણી, વાંકાનેરના નોબલ રીફ્રેકટરીઝના એમ.ડી. ઘનશ્‍યામભાઇ ઢોલરીયા, અમન ઓર્નામેન્‍ટના રમેશભાઇ પટેલ, ઇન્‍ક ડીવો કંપનીના ફાઉન્‍ડર મીસ નીશા કોટેચા, ક્રિસ્‍ટલ ગ્રુપના સી.એમ.ડી. બકીરભાઇ ગાંધી, ગૌતમ ટેકનોકાસ્‍ટના ચેરમેન પ્રફુલચંદ્ર ધામી, જયશ્રી ઇમ્‍પેક્ષના રાજુભાઇ પટેલ, ટર્બો બેરીંગના એમ.ડી. પરેશભાઇ પટેલ, એકશન વેરના અશોકભાઇ મણવર, રેસ્‍પીયન એન્‍ટરપ્રાઇઝના સી.એમ.ડી. મિસ પ્રીતિબેન પટેલ, પર્યાવરણ ક્ષેત્રે સદ્દભાવનાના નામથી પ્રવૃત્ત વિજયભાઇ ડોબરીયાનું સન્‍માન કરાશે.

કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી, એમ.એસ.એમ.ઇ. રાજકોટ ઓફીસના વડા મિસ. સ્‍વાતિ અગ્રવાલ ઉદ્યોગ પ્રોત્‍સાહન પોલીસી અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે. બેન્‍કને લગતી માર્ગદર્શક માહીતી આઇસીઆઇસીઆઇ બેન્‍કના સંજય તન્ના તેમજ ઝોનલ હેડ કમલેશ પનમાણી રજુ કરશે. એક્ષપોર્ટ ક્રેડીટ અંગે ઇસીજીસીના વિકાસકુમાર પ્રસાદ છણાવટ કરશે.

કાર્યક્રમના રજીસ્‍ટ્રેશન અને વધુ માહીતી માટે મો.૯૦૮૧૭ ૦૯૪૧૦ ઉપર સંપર્ક કરવા ગ્રેટર ચેમ્‍બરના પ્રમુખ રાજીવભાઇ દોશી, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, સહમંત્રી સુનીલભાઇ ચોલેરા, આઇસીઆઇસીઆઇ બેન્‍કના નિલેશ બાવીસીની યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)