Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મુખ્‍ય બજારોમાંથી લારી-ગલ્લા-પાથરણાના દબાણો દુર કરો

આ સમસ્‍યા તાકીદે દૂર કરવા વેપારીઓએ મ્‍યુનિ. કમિશનર-મેયરને આવેદન પત્ર પાઠવ્‍યું : ચુસ્‍ત વિજીલન્‍સ બંદોબસ્‍ત સાથે વધુ કડક કાર્યવાહી : મેયરની ખાત્રીઃ તંત્ર નહિ હલ-બલે તો ઉગ્ર લડતની ચીમકી

રાજકોટ, તા.૨૦ : શહેરના લાખાજીરાજ રોડ, ધમેન્‍દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા સહિતના વિસ્‍તારોમાં લારી-ગલ્લા, પાથરણાવાળાના દબાણલની સમસ્‍યા દુર કરવા આજે બપોરે ૧૨ વાગ્‍યે મનપાની સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે તમામ વેપારીઓ દ્વારા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તથા મેયર પ્રદીપ ડવને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મેયર પ્રદીપ ડવએ આ સમસ્‍યા ઉકેલવા ખાત્રી આપતા જણાવ્‍યું હતું કે, ચુસ્‍ત વિજીલન્‍સ પોલીસના બંદોબસ્‍ત સાથે મનપા તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે વેપારીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, શહેરનાં મુખ્‍ય બજાર વિસ્‍તાર, સરલાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા વિસ્‍તારમાં છેલ્લાં ઘણાં વખતથી શહેરની મુખ્‍ય બજારોમાં ફેરીયાઓ, પાથરણાવાળા તેમજ લારીવાળાનો મુખ્‍ય બજારનાં માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણ કરી કેટલીક જુની વસ્‍તુઓના વેપાર કરવા કાયમ માટે દુકાનની આગળ તેમજ મુખ્‍ય માર્ગ ઉપર બેસી કે લારી ઉપર વેપાર કરે છે, જેથી વેપાર ધંધાને ખૂબ જ મોટું નુકશાન થાય છે.  મેઇન રોડ ઉપર દબાણ કરતાં હોવાથી ટ્રાફીકની પણ મોટી સમસ્‍યા સર્જાય છે. દરરોજ કોઇને કોઇ વેપારી સાથે અને અવારનવાર રાહદારીઓ અને દબાણકર્તાઓ વચ્‍ચે ઝઘડા થાય છે.

 આ વિસ્‍તારનાં લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ દુકાનદારો આ દબાણ - ફેરીયા, પાથરણાવાળાનાં ત્રણમાંથી છુટકારો અપાવવા માંગ કરી છે. આ સમસ્‍યા આગામી રવિવાર તા.૨૨નાં  સમસ્‍યાનો હલ ન આવે તો  વિસ્‍તારનાં વેપારીઓએ ગાંધી ચિંધ્‍યા માર્ગે ધરણાની ચીમકી ઉચ્‍ચારી હતી. આ રજૂઆતમાં સર લાખાજીરાજ રોડ વેપારી એસો., ઘી રાજકોટ ટેક્ષટાઇલ રીટેલ એસો., દિવાનપરા વેપારી એસોસીએશન,  ધર્મેન્‍દ્ર રોડ વેપારી એસોસીએશન, રાજકોટ કલોથ મરચન્‍ટ એસો. અને તમામ રીટેલ સહીતના આગેવાનો, વેપારીઓ જોડાયા હતા.

(3:51 pm IST)