Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રૈયા ચોકડી પાસે ડો.રામ'સ આઈ એન્‍ડ માઈન્‍ડ કેર હોસ્‍પિટલનો રવિવારથી શુભારંભ

આંખના ડો.ગુંજા રામ અને સાઈકીયાટ્રી ડો.રાજેશ રામ સેવા આપશે

રાજકોટઃ અહિંના રૈયા ચોકડી પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર એટ વેસ્‍ટ ગેટ કોમ્‍પ્‍લેકસ ગેટ-એ, ત્રીજા માળે ડો.રામ'સ આઈ એન્‍ડ માઈન્‍ડ કેર હોસ્‍પિટલનો આગામી તા.૨૨ના રવિવારના રોજથી શુભારંભ થઈ રહ્યું છે. જેમાં ડો.ગુંજા રામ અને ડો.રાજેશ રામ સેવા આપશે.

ડો.ગુંજા રામ કે જેઓએ રામકૃષ્‍ણ આશ્રમમાં સેવા આપી છે અને ૧૦ હજારથી વધુ મોતિયાના ઓપરેશન કરી ચુકયા છે. તેઓ આંખના મોતિયા, વેલ, નંબર ઉતારવા માટે ઓપરેશન, પાંપણ, ઝામર અને પડદાને લગતા રોગોની સારવાર ઉપલબ્‍ધ બનશે.

જયારે ડો.રાજેશ રામની માઈન્‍ડ કેર હોસ્‍પિટલ છેલ્લા છ વર્ષથી કાર્યરત છે. જેમાં હવેથી દર્દીને એડમીટ (દાખલ) થવાની સુવિધા, વ્‍યસન મુકિત કેન્‍દ્ર, કાઉન્‍સેલીંગ, સાઈકો થેરાપી માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્‍ધ કરશે.

આ અંગે વધુ માહિતી માટે મો.૮૨૩૮૩ ૯૦૨૯૦ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને નવનિર્મિત હોસ્‍પિટલના ઉદ્દઘાટન અંગેનું આમંત્રણ આપતા ડો.રાજેશ રામ અને ડો.ગુંજા રામ નજરે પડે છે.

(3:54 pm IST)