Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જસાણી શાળામાં નિયમો અને વ્‍યવસ્‍થાઓમાં બદલાવ જરૂરી

પ્રતિ, શિક્ષણાધિકારીશ્રી

હાલમાં એ.વી.જસાણી શાળામાં ઠંડીના કારણે વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્‍યાની ઘટના બની તે マદયદ્રાવક છે. ત્‍યારે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કેટલાક પગલા જરૂરી છે. જેમ કે (૧) આ શાળામાં કાતીલ ઠંડીમાં પણ ફકત બ્‍લ્‍યુ કલરનો કોટ એકજ પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. (ર) બારેમાસ કોઇપણ ઋતુમાં લોબી (રવેશ) માં નાસ્‍તો કરવા બેસાડાય છે. (૩) વેન-રીક્ષાનું પાર્કીંગ ઘણુ દુર હોય વરસાદ, ટાઢ, તડકામાં વિદ્યાર્થીઓને ચાલીને દુર સુધી જવુ પડે છે. (૪) વિદ્યાર્થીઓને ઇન્‍હેલર, બામ જેવી વસ્‍તુ કલાસમાં વાપરવા દેવામાં આવતા નથી. (૫)  કોઇ વિદ્યાર્થીને ઉલ્‍ટી થાય તો સહાનુભુતિની જગ્‍યાએ કલાસરૂમ બહાર બેસાડી દેવામાં આવે છે. (૬) અભ્‍યાસ બાબતે કોઇ વાલી મેડમ/સરને મળવા જાય તો રીએકશનમાં વિદ્યાર્થી સાથે ટોર્ચરીંગ કરવામાં આવે છે. (૭) વિદ્યાર્થીઓને કલાસરૂમમાં પણ ત્રાસ અપાય છે. બ્‍લેક બોર્ડ પર લખાયેલુ ફકત પ મીનીટ રાખીને ભુસી નાખવામાં આવે છે. કોઇ વિદ્યાર્થી ચુકી જાય તો તક અપાતી નથી. શું આ રીતે ભણાવવાની પધ્‍ધતી યોગ્‍ય છે? અમૃતલાલ વિરચંદ જસાણી શાળાની વ્‍યવસ્‍થાઓ અને નિયમોમાં બદલાવ લાવવાની તાતી જરૂર છે. (૧૬.૫)

- દુભાયેલા તમામ વાલીઓ

(5:24 pm IST)