Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નાલંદા ઉપાશ્રય સ્‍થાપના દિન તથા સોનલબાઇ મહાસતીજીની જન્‍મજયંતીની ઉજવણી ધર્મમય

રાજકોટ, તા. ર૦ :  ગો. સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ પૂ. શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામાં સ્‍વરકિન્નરી પૂ. શ્રી સોનલબાઇ મહાસતીજીની ૬પ મી જન્‍મજયંતિ પ્રસંગે આજે સવારે, સરસ, સુંદર, સુવ્‍યવસ્‍થિત સોનલ સદાવ્રત સમારોહ, યોજાયો હતો. તેમાં જીવન જરૂરીયાની અનેક વસ્‍તુઓનું વિતરણ કરવામાં આવેલ.

નાલંદા તીર્થધામમાં છેલ્લા ર૧ વર્ષથી સોનલ સદાવ્રત અખંડ અવિરતપણે ચાલી રહ્યું છે. ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામ સ્‍થાપનાને આજે રપ વર્ષ પૂર્ણ થયેલ છે. ઇન્‍દુબાઇ મહાસતીજી ચોકને આજે ૧૦ વર્ષ પૂર્ણ થયેલ છે. સોનલબાઇ મહાસતીજી ને બધા સાધર્મિક બંધુઓ તથા ચંદ્રભકત મંડળ, શાલીભદ્ર સેવા ગ્રુપ, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલે સેવા ટીમ, સોનલ સખી મંડળ, આદિ વિશાળ સમુદાય એ અભિનંદન પાઠવેલ હતાં. તેમજ દીર્ધાયુષ્‍યની ભાવના ભાવી હતી. જુગ જુગ, જીવોના નારા સાથે હર્ષ-હર્ષ, જય-જયથી તીર્થધામ ગુંજી ઉઠયું હતું. આજે ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામનો સ્‍થાપના દિન છે. તીર્થધામને રપ વર્ષ પુર્ણ થયા. કાલાવડ રોડ મધ્‍યે ઇન્‍દુબાઇ મહાસતીજી ચોકના નામકરણને ૧૦ વર્ષ પુર્ણ થતાં નાલંદા તીર્થધામમાં આનંદ ઉમંગ ઉત્‍સાહ છવાયો હતો.

મધુર વ્‍યાખ્‍યાની બા. બ્ર. પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજીએ સોનલબાઇ મહાસતીજીને આર્શીવચન આપતા ફરમાવ્‍યું હતું કે તમે શાસન અને સંપ્રદાય તેમજ ગુરૂની આન-બાન અને શાન વધારી આત્‍માનંદી બનો.

આજ ના વિતરણના લાભાર્થી પરિવાર આર.આર. બાવીસી, અમિતભાઇ, રેખાબેન નાલંદા સંઘ, જગદીશભાઇ શેઠ, તારાબેન રતિલાલ મહેતા, હિમાંશુભાઇ શાહ, હવે આ પ્રસંગે અશોકભાઇ દોશી જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, ભુપેન્‍દ્રભાઇ મહેતા, પ્રદીપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, જયભાઇ વોરા, હિમાંશુભાઇ શાહ, રમેશભાઇ દોશી દિપકભાઇ રવાણી, રાજુભાઇ મોદી, નીરવભાઇ સંઘવી, ચિરાગભાઇ કોઠારી આદિ સેવા ટીમ, હરેશભાઇ દોશી, પારસ મોદી, હેમાબેન મોદી આદિ જીવદયા ગ્રૃપ, પરેશભાઇ દફતરી, સુદિપભાઇ શૈલેષભાઇ વિમલભાઇ મહેતા, પ્રવિણભાઇ મહેતા. 

(3:57 pm IST)