Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ખવાસ રાજપૂત સમાજના ક્રિકેટવીરો વચ્‍ચે બુધવારે જામશે બેટ- બોલની જબરી સટાસટી

દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ‘વીર મેરામણ પ્રિમીયર લીગ ૨૦૨૩': રાજકોટ- સૌરાષ્‍ટ્રની ૮ ટીમો ભાગ લેશે, ઈનામો

રાજકોટઃ દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા ‘વીર મેરામણ પ્રિમિયર લીગ-૨૦૨૩'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

૨૫મીના બુધવારે મોરબી હાઈવે ઉપર રૂદ્રશકિત ક્રિકેટના મેદાનમાં યોજાનાર સમસ્‍ત ખવાસ રજપૂત સમાજના યુવાનો માટે આયોજીત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની કુલ ૮ ટીમો ભાગ લેશે. દરેક મેચ ૧૦ ઓવરની રમાશે. મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ સહિતના ઈનામો આપવામાં આવશે.

આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા આયોજન દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેલબ ટ્રસ્‍ટ રાજકોટના મેનેજીંગ ડિરેકટર કાનાભાઈ ચૌહાણ (મો.૯૪૦૯૨ ૦૦૮૦૦), ટ્રસ્‍ટી મોનાલીબેન ચૌહાણ, ટ્રસ્‍ટી અરવિંદભાઈ વાઘેલા, કારોબારી સભ્‍યો સાવનભાઈ રાઠોડ, રાજભાઈ સોઢા, ગૌરવભાઈ સોલંકી (વિવેક ડિઝાઈન), અશ્વિનભાઈ ચૌહાણ, રતનભાઈ રાઠોડ, ઉષાબેન વાઘેલા, કરણભાઈ વાઘેલા, સંજયભાઈ વાઘેલા, નરેન્‍દ્રભાઈ ચૌહાણ (આસ્‍થા એજયુકેશન), નિરવભાઈ ચૌહાણ, ગૌરવભાઈ ગોહિલ, સુનિલભાઈ પરમાર, પ્રતિકભાઈ બારડ, અલ્‍પેશભાઈ ગોહિલ, ખીલનભાઈ ભટ્ટી, સન્‍નીભાઈ વાઘેલા, કમલેશભાઈ પરમાર, જયભાઈ હાપા, ભાવેશભાઈ હાડા, પાર્થભાઈ ભટ્ટી, પ્રિયાંકભાઈ ચૌહાણ, હિતેશભાઈ ચાવડા, દેવાંગભાઈ મકવાણા, શૈલેષભાઈ ચૌહાણ, આનંદભાઈ મકવાણા, હિતેષભાઈ હાપા વગેરે સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યાં છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:00 pm IST)