Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રવિવારે સમસ્‍ત પ્રજાપતિ વિદ્યાર્થી સન્‍માન

૪૬૮ વિદ્યાર્થીઓનું સન્‍માનઃ પ્રજાપતિ સંઘ સમિતિનું આયોજન

રાજકોટઃ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ-વડોદરા સંલગ્ન રાજકોટ જિલ્‍લા તથા શહેર પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા અત્રેના શ્રી અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબીલી બાગ ખાતે તા.૨૨ને રવિવારે બપોરે ૧.૩૦થી ૭ વાગ્‍યા સુધી ૧૯માં વિદ્યાર્થી સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં સમસ્‍ત પ્રજાપતિ જ્ઞાતિના ૪૬૮ વિદ્યાર્થીઓનું સન્‍માન થનાર છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને મહેમાનોનો સત્‍કાર સમારંભ રાખેલ છે. કાર્યક્રમમાં પરમ પૂજય શ્રી સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી આર્ષ વિદ્યાલય-મુંજકા વિદ્યાર્થીઓને ઉદબોધન કરશે જ્ઞાતિજનોને ઉપસ્‍થિત રહેવા સંઘના ટ્રસ્‍ટીશ્રી વસંતભાઇ ચૌહાણ દ્વારા અપીલ કરાઇ છે.

(4:00 pm IST)