Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સમર્પણ ગ્રુપ દ્વારા ૬૫૦ કિલો ચીકીનું ખાસ રાહત દરે વિતરણ

રાજકોટ : સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડ દ્વારા મકરસંક્રાતિ નિમિતે નહી નફો, નહીં નુકશાનના ધોરણે કિલોના રૂા. ૧૨૦ લેખે ખાસ રાહતદરે તલ અને માંડવીની ૬૫૦ કિલો ચીકીનું વિતરણ કરાયેલ. જેનો લોકોએ મોટી સંખ્‍યામાં લાભ લીધેલ. દીપ પ્રાગટય પ્રસંગે કોર્પોરેટર નયનાબેન પેઢડિયા, સેવાભાવી અગ્રણી નરોતમભાઇ પલાણ બાબુભાઇ વેકરિયા જીનિવા ડાઇંગવાળા, ગ્રુપના પ્રમુખ વિનોદ ચોટલિયા ઉપસ્‍થિત રહેલ. આયોજનની સફળતા માટે પ્રમુખ વિનોદ ચોટલિયા, મંત્રી કિશોર રાઘવાણી ખજાનચી ભરતી મોજીદ્રા, સંગઠન મંત્રી ગોપાલ ફીચડિયા, સભ્‍યો વિનોદ માલકીયા, યોગેશ ચોટલિયા, કૃણાલ સંચાણિયા, ચેતન ઉઘાડ, માધવ ચોટલિયા, ઉતમ સીણોજીયા, સમીર કામદાર, વિનોદ પઢેડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી

(4:13 pm IST)