Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૩૦થી વધુ જુની વીસરાઇ ગયેલી વિવિધ શેરી રમતો સાથે જુમ્‍મા અને ડીજે ડાન્‍સ

રવિવારે રેસકોર્ષમાં રોટરી ધમાલ ગલી

રાજકોટઃ શહેરની પાંચેય રોટરી કલબસ રોટરી કલબ ઓફ રાજકોટ, રોટરી બલક ઓફ રાજકોટ ગ્રેટર, રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો, રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આગામી તા.૨૨ને રવિવારે સવારે ૭થી ૯ દરમિયાન મહિલા ગાર્ડન સામે, ચિત્ર નગરી પાસે રેસકોર્ષ ખાતે રોટરી ધમાલ ગલીનું સુંદર આયોજન કરવામાં આવ્‍યુ છે.

જુના સમયની ખુબ પ્રચલિત શેરી રમતો જે આજકાલ મોબાઇલ, કોમ્‍પ્‍યુટર, ફેઇસબુક અને વોટસએપના વળગણ વચ્‍ચે સાવ જ વીસરાઇ ગઇ છે તેથી તે બધી રમતો જેવીકે કોથળા દોડ, લીંબુ ચમચી, રસ્‍સાખેંચ, કુંડાળા, સંગીત ખુરશી, આંધળો પાટો, ભમરડા, નારગોલ વગેરે ૩૦થી વધુ રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

રાજકોટની તમામ રોટરી કલબસ ઉપરોકત રોટરી ધમાલ ગલીમાં જાહેર જનતાને પોતાના બાળકો સાથે સહ પરિવાર બાળપણમાં જે વિવિધ રમતો રમીને મોટા થયા એ રમતો એમના સંતાનો સાથે રમવાનો લ્‍હાવો લેવા સાથે ડીજે ડાન્‍સ મસ્‍તી અને એમઝેડ ફીટનેસના સહયોગથી જુમ્‍બા ફીટનેશ એકસરસાઇઝનો પણ લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં કૃણાલ મહેતા, ક્રિદન પાડીયા, તુષાર સીમારીયા, કીશોર રાજપોપટ, જીજ્ઞેશ પરમાર, અંજલીબેન નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:44 pm IST)