Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

માલધારી ફાટક નજીક ૧.પ૦ લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે વિક્રમ બિશ્નોઇ પકડાયો

આજી ડેમ પોલીસના હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા અને કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજાની બાતમી : ર.પ૩ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા., ૨૦: માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ નજીક આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૧,પ૧,૦૦૦ કિંમતના વિદેશી દારૂની ૩૦૦ બોટલ ભરેલી કાર સાથે રાજસ્‍થાનના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલધારી ફાટકથી સાંઇ બાબા સર્કલ તરફ વિદેશી દારૂ ભરેલી એક કાર નીકળવાની હોવાની આજી ડેમ પોલીસ નજીકના હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા અને કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળતા માલધારી ફાટક નજીક પસાર થતી જીજે ૩ બીવાય ૬૪૩ નંબરની ઇન્‍ટ્રા વી-૧૦ કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૧,પ૦,૦૦૦ લાખની કિંમતની વિદેશી દારૂની ૩૦૦ બોટલ સાથે ચાલક વિક્રમ શંકરલાલ બીશ્નોઇ (ઉ.વ.રર) (રહે. મોખાત્ર રાનીવાળા  તા. કરળા, રાજસ્‍થાન)ને પકડી લઇ દારૂનો જથ્‍થો અને કાર મળી રૂા. ર.પ૩ લાખનો મુદામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. જે.કે.ગઢવી, એએસઆઇ યશવંતભાઇ ભગત, હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા તથા જગદીશસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(5:28 pm IST)