Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજકોટમાં ૨૯મીએ ટ્રાવેલ ઉત્‍સવઃ આકર્ષક પેકેજ ઓફર

બેસ્‍ટ ટૂર્સ એન્‍ડ ફોરેકસ દ્વારા પ્રવાસ શોખીન જનતા માટે બેસ્‍ટ લોકેશન પર બેસ્‍ટ વેકેશનનો ખજાનો : તૂર્કી, સ્‍વિત્‍ઝરલેન્‍ડ, પેરીસ સાથે યુરોપ ટૂરમાં સ્‍પેશ્‍યલ પેકેજઃ લકકી ડ્રો- ભેટ

રાજકોટઃ પ્રવાસ, જીવનનો એક એવો ઉત્‍સવ જેના માટે જગતભરની પ્રજા ઉત્‍સુક હોય છે પરંતુ ગુજરાતી જનતા જગતભરથી અલગ અને વિભિન્‍ન છે. તેમને પ્રવાસ પણ કરવો છે અને ખર્ચ પણ પરવડે તેવો હોવો જોઈએ. કોરોના દરમિયાન પ્રવાસ શબ્‍દ ખુબ જ કઠિન થઈ ગયો હતો. આજે સ્‍થિતિ એવી છે કે સ્‍વિત્‍ઝરલેન્‍ડ, પેરીસ, બાલી, તુર્કી, યુરોપ અને યુ.એસ.એ. જેવા રાષ્ટ્રોમાં પ્રવાસ તો કરી શકાય છે પરંતુ પરવડે તેવી કિંમત ક્‍યાં? ત્‍યારે રાજકોટમાં છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા આગામી તા.૨૯ જાન્‍યુઆરીને રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૮ સુધી આરપીજે હોટેલ, જડુઝ રેસ્‍ટોરેન્‍ટ પાસે કાલાવડ રોડ ખાતે ટ્રાવેલ ઉત્‍સવ યોજાશે.

‘બેસ્‍ટ ટુર્સ' સાલ કા સબસે સસ્‍તા એક દિન નામનો ટ્રાવેલ ઉત્‍સવ લઈને આવી રહ્યું છે. તેમાં ભવ્‍ય ઓફર્સ અને નવા ડેસ્‍ટિનેશનના ખજાનાનો લાભ રાજકોટીયન્‍સને મળશે. જેમાં વિયેતનામ, બાલી, સ્‍કેડિનોવેનિયા, રશિયા, યુરોપ, ઓસ્‍ટ્રેલિયા, સાઉથઆફ્રિકા, જાપાન, ન્‍યૂઝીલેન્‍ડ, તુર્કી તથા યુ.એસ.એ. ઉપરાંત સિંગાપોર, મલેશિયા, થાઈલેન્‍ડ, દુબઈ, શ્રીલંકા, ભૂતાન, નેપાલ, ફુકેત-ક્રાબી, બાકૂ, માલદીવ, મોરેશિયસ, ઇંગ્‍લેન્‍ડ - આયર્લેન્‍ડ તથા લેટિન અમેરિકા સહિતના દુનિયાભરના પ્રવાસન સ્‍થળો ઉપરાંત અંદમાન-નિકોબાર, દાર્જિલિંગ ,ગેંગટોક, કેરાલા, શીમલા, મનાલી, આસામ, મેદ્યાલય, બેંગલોર, મૈસુર ,ઉંટી, કૂર્ગ, નૈનીતાલ, કોરબેટ અને કાશ્‍મીર તથા પવિત્ર ચારધામ યાત્રાનો સમાવેશ થાય છે. અનેક ડિપાચર્સ પર સમર ૨૦૨૩ માટે ટ્રાવેલ ઉત્‍સવમાં અભૂતપૂર્વક ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમ તથા વ્‍યાજ વગર સરળ હપ્તાની સ્‍કીમ તેમ બેવડા લાભ રાજકોટીયન્‍સને મળશે. તેમ યાદીમાં જણાવાયું છે.

રાજકોટના ટ્રાવેલની દુનિયાનું ગુંજતું નામ એટલે શ્રી દિપકભાઈ, વત્‍સલભાઈ તથા અંજલિબેન કારિયા તથા ૨૫ ટીમ મેમ્‍બર્સ દ્વારા સંચાલિત બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્‍સ પ્રાઇવેટ લિમિટેડ. રાજકોટ શહેરમાં એર ટિકિટ, હોટલ બુકિંગ, ફોરેન એક્‍સચેન્‍જ, વિઝા સર્વિસ ઉપરાંત ડોમેસ્‍ટિક તથા ઇન્‍ટરનેશનલ ગ્રુપ પેકેજ જેવી દરેક સેવાઓ માટે નોન સ્‍ટોપ સોલ્‍યુશન આપવાના અભિગમને કારણે પ્રખ્‍યાત છે. સતત નવા પ્રવાસ આયોજન, નવા પ્રવાસન સ્‍થળ, નવી સાઈટસીઇંગ અને ભાવતા ભોજન વ્‍યવસ્‍થા માટે પ્રયત્‍નશીલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ વર્ષે ‘બેસ્‍ટ ટુર્સ'ની નવી યોજના ‘ટિકીટ તમારી અને પેકેજ અમારૂં' એટલે કે વિશ્વના કોઈપણ પ્રવાસન સ્‍થળ માટે ‘બેસ્‍ટ ટુર્સ''ના પેકેજ અને ગ્રુપ પ્રવાસમાં દેશના કોઈ પણ સ્‍થળ પરથી પોતાની એર ટિકિટ કરી જોડાવવા ની વ્‍યવસ્‍થા અભૂતપૂર્વ ડિસ્‍કાઉન્‍ટ સાથે લોન્‍ચ થવા જઈ રહી છે. બેસ્‍ટ ટુર્સની નવી યોજના ‘જોઈનિંગ ડાયરેકટ' જેમાં તુર્કી જેવા દેશની ૮ દિવસની ઓલ ઇન્‍ક્‍લુઝિવ પેકેજ ટુર રૂા.૪૯૯૯૯  અથવા યુરોપના દેશોની ૮ દિવસની પેકેજ રૂા.૬૯૯૯૯  અથવા સ્‍વિત્‍ઝરલેન્‍ડ અને પેરિસ સાથેની યુરોપ ટુર રૂા. ૬૯૯૯૯ ર્ં થી ચાલુ થાય છે. આ ઉપરાંત અન્‍ય સ્‍કીમો પણ રાખવામાં આવેલ છે.

આ અંગે વધુ માહિતી માટે મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦ ઉપર સંપર્ક કરવા અંતમાં જણાવાયું છે.

(4:21 pm IST)