Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મવડી ટી.પી. ૩૬ માટે હિયરીંગ : મનપાને ૭૯ પ્‍લોટ મળશે

કટારીયા ચોકડીની ડાબી તરફનો બીજો રીંગ રોડ ૧પ૦ ફૂટનો થશે : ડ્રાફટ ટી.પી. સ્‍કીમ નં. ૩૬ (મવડી) તૈયારી કરવા જમીન માલીકો સાથે મીટીંગ યોજાઇ : યોજનાની વિસ્‍તૃત

રાજકોટ, તા. ર૦ : મનપાની ટી.પી. સ્‍કીમ ન. ૩૬ (મવડી) ને આગળ વધતા આજે મનપાના વેસ્‍ટઝોનમાં જમીન માલીકો સાથે હિયરીંગ  સભા યોજાઇ હતી. મ્‍યુ. કમીશનર અમીત અરોરા, ટાઉનપ્‍લાનીંગ ઓફિસર  એમ.ડી. સાગઠીયાની ઉપસ્‍થિતિમાં આ સભામાં દરખાસ્‍તો અંગે માહિતી અપાઇ હતી  અને વાંધા સુચનો તથા ખાતેદારોને એક મહિનાનો સમય આપવામાં આવ્‍યો છે.  આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મવડીના રેવન્‍યુ સર્વે નં. ૧૯૪ પૈકી ૧પ પૈકી ૧૬, ૩૭૦ પૈકી ૩૭૧ થી ૩૮૭,૩૮૮ પૈકી, ૩૯૦ પૈકી, ૩૯૭ પૈકી, ૩૯૮ પૈકી  તથા ૩૯૯ પૈકી થી ૪૦૯, ૪૧૦ પૈકી તથા ૪૧૧ પૈકી આવરી લેતા વિસ્‍તારો માટે મુસદા રૂપનગર રચના યોજના નં. ૩૬ મવડી અધિનિયમની જોગવાઇ મુજબ તૈયારી કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે જમીનોની કામચલાઉ દરખાસ્‍ત ઘડીને  આજે યોજનાની દરખાસ્‍ત અંગે સમજુતી આપવામાં આવેલ અને એક માસ માટે નાનામવા રોડ, ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્‍ટીએકટીવીટી સેન્‍ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી. યુનીટની ઓફિસે કચેરીના સમયે દરમિયાન જાહેર જનતાને જોવા માટે સ્‍કીમ ખુલ્લી રાખવામાં આવેલ છે.

આ સ્‍કીમમાં એસ.ઇ.ડબલ્‍યુ એસ.એચ. માટે ૧પ, રહેણાંક વેચાણ માટે ૧૩, વાણિજય વેંચાણ માટે ૦૯, સોશ્‍યલ ઇન્‍ફાસ્‍ટ્રકચર માટે ૧૪ તેમજ ગાર્ડન/ ઓપન સ્‍પેસ/ પાર્કિંગ હેતુ માટે ર૮ પ્‍લોટ મળીને કુલ ૭૯ અંતિમ ખંડોની ૩,પ૦,૬૬૩ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.

ર૮ર૪૮૭ ચો.મી. જેટલા ૯ મી. ૧ર મી., ૧પ મી, ૧૮ મી, ર૪ મી, ૩૦ મી. અને ૪પ મી પહોળાઇ અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

(4:40 pm IST)