Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ભુણાવાના સંજય કપુરીયા પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર સહીત ત્રણની ધરપકડ

50 લાખ વ્યાજે લઇ ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી લીધા બાદ 1,37 કરોડ વ્યાજના ચૂકવી દીધા હોવા છતાં વધુ 1,25 કરોડની માંગણી કરી : ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ બાદ તુરત જ કાર્યવાહી

રાજકોટ : ગોંડલના ભુણાવાના સંજય વલ્લભ કપુરીયા પાસેથી 1,25 કરોડની વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર જયદીપ ભીખાભાઇ વસોયા,જસમંતભાઈ વસોયા રહે બંને રાજકોટ તથા પિન્ટુ પરસોતમભાઇ પરસાણા રહે, માધવીપુર તા, તાલાલા સામે જિન્દલ તાલુકા પોલીસ મથકમાં મની લેન્ડ એક્ટ મુજબ ફરિયાદ થયા બાદ તાલુકાના પીએસઆઇ એ,એચ ઝાલા તથા સ્ટાફે ઉક્ત ત્રણેય વ્યાજખોરોને દબોચી લીધા હતા

  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી સંજયે ત્રણેય પાસેથી વર્ષ 2015ની સાલમાં 50 લાખ 5 ટકા વ્યાજદરે લીધા હતા અને સિક્યુરિટી પેટે ત્રણેય વ્યાજખોરોએ ફરિયાદીની ભુણાવા સ્થિત ચાર એકર જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો, ઉક્ત ત્રણેય આરોપીઓએ અફરીયાળી પાસેથી અત્યાર સુધીમાં 1,37 કરોડનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ 1,25 કરોડની પઠાણી ઉઘરાણી કરતા હોય પોલીસમાં ફરિયાદ કરી હતી 

(9:42 pm IST)