Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કાલે અને મતગણતરીના દિવસે કરફયુમાં રાહત આપવા કલેકટર દ્વારા ગૃહખાતાને પત્ર

રાજકોટ તા. ર૦: આવતીકાલે અને મતગણતરીના દિવસે રાત્રે ૧ર થી સવારે ૬ સુધીની કરફયુમાં રાહત આપવા રાજયનાં એક કલેકટરે ગૃહ વિભાગને પત્ર લખ્યો હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

જીલ્લા કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે કાલે મોડી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલે અને ત્યારબાદ પોલીંગ સ્ટાફ આ પ્રક્રિયા પુરી કરે ત્યારે રાત્રે મોડું થવાની શકયતા હોય, અને ઘણા કર્મચારીઓ પાસે આઇકાર્ડ ન હોય તો ઘરે પહોંચવામાં તકલીફ પડે, તેમજ મંગળવારે ર૩મીએ મતગણત્રી પણ મોડી સાંજ સુધી ચાલે, અને રીકાઉન્ટીંગ કરવું પડે તો મોડી રાત સુધી ચાલે, પરિણામે આવી સ્થિતિમાં કાઉન્ટીંગ સ્ટાફને રાત્રે ઘરે જવામાં કોઇ તકલીફ ન સર્જાય તે માટે કફર્યુમાં છૂટછાટ આપવી જોઇએ.

(11:45 am IST)