Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રૈયાધાર પાસે મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ છ પકડાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ બે મહિલા સહિત ૬ની ધરપકડ

રાજકોટ તા. ર૦ : રૈયાધાર રાણીમાં રૂડીમાં પાસે ૧૩ માળીયા કવાટરની પાછળ યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે મહિલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયાધાર રાણીમાં રૂડીમાં મંદીર પાસે ૧૩ માળીયા કવાટર પાછળ એક મહિલા મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પી.આઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, કુષ્ણદેવસિંહ, જેન્તીગીરી મુકેશભાઇ, અજયભાઇ, બ્રીજરાજસિંહ સહિતે મકાનમાં દરોડો પાડી મકાન માલીક કમળાબેન લખમણભાઇ પરમાર, રૈયાધાર દ્વારકેશ પાર્કની પાછળ રહેતા જયાબેન બળવંતભાઇ વેગડા, રાજીબેન ડુંગરભાઇ ડાભી, જયતી જગજીવનભાઇ જાદવ, અજીત નાગરભાઇ રાઠોડ અને કરશન પરસોતમભાઇ ચૌહાણને જુગાર રમતા પકડી લઇ રૂ.૪પર૦ ની રોકડ સહિતનીમતા કબ્જે કરી હતી.

(3:40 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,918 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,09,91,091 થઇ :એક્ટિવ કેસ 1,42,696 થયા: વધુ 11,410 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,87,532 થયા :વધુ 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,339 થયા access_time 12:57 am IST

  • કાલે મ્યુ. કમિશનર તથા તેમના પત્ની શાળા નં.૧૧માં મતદાન કરશે : આવતીકાલે તા. ૨૧ના રોજ સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા તેમના ધર્મપત્ની અને પી.જી.વી.સી.એલ. ના એમ.ડી. શ્રી શ્વેતા અગ્રવાલ (શ્રી શ્વેતા તેવતિયા) રા.મ્યુ. કો. શાળા નં. ૧૧, મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા, રાષ્ટ્રીય શાળા સામે, મનહર પ્લોટ, રાજકોટ ખાતે મતદાન કરશે. access_time 4:06 pm IST

  • રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી: વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયાં: ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ નથી ધો. 1થી 5માં આગામી દિવસોમાં શિક્ષણ શરૂ થાય તેવી શક્યતા access_time 1:17 am IST