Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વોર્ડ નં. ૩નો કોંગ્રેસી ગઢ અભેદઃ ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, દાનાભાઈ હુંબલ અને કાજલબેન પુરબીયાનું થઈ રહ્યુ છે પુનરાગમન

કોંગ્રેસના આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓનો જાગૃત પેનલને ટેકો

રાજકોટ, તા. ૨૦ :. વોર્ડ નં. ૩ના જંકશન પ્લોટ, ગાયકવાડી, સિંધી કોલોની, પરસાણાનગર, સ્લમ કવાર્ટર, કોઠી કમ્પાઉન્ડ, પોપટપરા, રેલનગર, ભીસ્તીવાડ અને જામનગર રોડ પરના નંદનવન, શેઠનગર, વિનાયક વાટીકા, રાધે રેસીડેન્સી અને અયોધ્યા રેસીડેન્સી અને માધાપર વિસ્તારમાં વસતા વોર્ડ નં. ૩ના મતદારોને જાગૃત કોંગ્રેસી મહિલા ઉમેદવાર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શ્રી દિલીપભાઈ આસવાણી, શ્રી દાનાભાઈ હુંબલ અને શ્રીમતી કાજલબેન પુરબીયાની પેનલને આવતીકાલે યોજાનાર લોકશાહીના પર્વરૂપી ચૂંટણીમાં જંગી મતદાન કરી ચૂંટી કાઢવા કોંગ્રેસના અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનોએ અપીલ કરી છે.

છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારની પ્રજાના પ્રશ્નો માટે સતત જાગૃત રહેલા અને ચૂંટાઈ રહેલા શ્રીમતી ગાયત્રીબા વાઘેલા અને શ્રી દિલીપભાઈ આસવાણીની પેનલમાં આ વખતે સમાજ સેવાના ભેખધારી શ્રી દાનાભાઈ હુંબલ અને કાજલબેન પુરબીયાનો ઉમેરો થયો છે. આ ચારેય જાગૃત ઉમેદવારોને સમગ્ર વિસ્તારમાંથી મતદારોનું હોંશભેર સમર્થન સાંપડયુ છે અને વધુ એકવાર તેમને સેવાનો મોકો આપવાનો સંકલ્પ વ્યકત કર્યો છે.

આવતીકાલે થનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૩ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, દાનાભાઈ હુંબલ તથા કાજલબેન પુરબીયાને મત આપવા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ ગણાત્રા, લોહાણા અગ્રણી અતુલ રાજાણી, ગૌરવ પુજારા, યોગેશ માખેચા, અશોક માખેચા, અશોક સચદે, હિતેષભાઈ બગડાઈ, મનુભાઈ કોટક, ગીરીશભાઈ ગણાત્રા, હિરેન મીરાણી, પ્રશાંત પુજારા, જીતુભાઈ ચંદારાણા, દિપક ચંદારાણા, હિતેષભાઈ નાગદેવ, કિશોરભાઈ તન્ના, દિપક જોબનપુત્રા, અશોકભાઈ કેસરીયા, નિલેશભાઈ બગડાઈ, શૈલેષભાઈ તન્ના, અશોકભાઈ રૂપારેલીયા, દિવ્યાબેન સહિતના અગ્રણીઓ તથા

શંકરભાઈ ભંભાણી, કૃપાલભાઈ કુંદનાણી, ન્યાલભાઈ નેભાણી, નંદલાલ મૂલચંદાણી, જગદીશભાઈ મગનાણી, રાજુભાઈ ભંભાણી, જેરામભાઈ મંદાણી, પ્રકાશભાઈ મીરાણી, નંદલાલ લોંધાણી, કાકુભાઈ પંજાબી, મહેશભાઈ ઉદાણી, દેવભાઈ લોંગાણી, નીમુબેન કૃપલાણી, શ્યામસુંદર ચંદીરામાણી, આત્મારામ મોટવાણી, બીપીનભાઈ મોટવાણી, પ્રેમભાઈ તારવાણી, લીલારામ નેંભાણી, શ્યામભાઈ ચંદનાણી, ઠાકુરભાઈ ખાનચંદાણી, અજીતભાઈ આહુજા, દીપકભાઈ ભાટીયા, જીતુભાઈ ચંદનાણી, અશોકભાઈ ઉદાણી, જગદીશભાઈ તુલસીયાણી, અશોકભાઈ તુલસીયામી, ખેમચંદ મંદીયાણી, જામનદાસ ભારવાણી, પરસોતમ પંચનાણી, અશોકભાઈ આસવાણી, રાકેશભાઈ ચાંદરા, નારણભાઈ મેઠીયા, મેઘરાજભાઈ ભોજવાણી, મોહનભાઈ ચૌધરી, ગુલશન તોલાણી, ગુલશન ખાંચનાણી, ઘનશ્યામભાઈ ખાંચનાણી, શંકરભાઈ દુદાણી, સતીષભાઈ આસુતાણી, અશોક ચંદનાણી, જીતુભાઈ નેભાંણી, ચેતનભાઈ નેભાંણી, ચેતનાબેન વિધાણી, દિલીપભાઈ ચાવડા, મુકેશભાઈ કેશવાણી, રાજેશ કેશવાણી, ભગવાનજીભાઈ દાંધવાણ, પ્રકાશભાઈ અડવાણી, કુમારભાઈ વાસદેવાણી, પ્રેમભાઈ તારવાણી, આત્મારામ બેલાણી, સુરેશભાઈ બેલાણી, અર્જુનભાઈ પાકિસ્તાની (સિંધી), તીર્થભાઈ થાવરાણી, ખેમચંદભાઈ થાવરાણી, ઉતમભાઈ વનવાણી, નંદલાલ મૂલચંદાણી, ડો. મોટવાણી, ડો. કાજલ ઠાકવાણી, ડો. કર્તાર મોટવાણી, ડો. પ્રતાપ જેઠવાણી, ડો. સોનુ અમલાણી, કિશોર ગુરબાણી, ટીનુભાઈ આડવાણી, જીતેશ પુનવાણી, બ્રિજલાલ સોનવાણી, લીલારામ પોપટાણી, શ્રીચંદ બાલચંદાણી, સોનુ હિન્દુજા, શ્રીરામભાઈ હિન્દુજા, અજીતભાઈ લાલવાણી, જેઠાભાઈ થાવરાણી, હરિભાઈ વાસદેવાણી, છત્રભૂજ વાસદેવાણી, સુરેશ થાવરાણી, ગોપીભાઈ પાકિસ્તાની (સિંધી), પ્રકાશભાઈ (સિંધી) સહિતના અગ્રણીોે અપીલ કરી છે.

(3:40 pm IST)