Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વોર્ડ નં. ૧માં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જુદા-જુદા સમાજ દ્વારા સંમેલન

રાજકોટ : વોર્ડ નં. ૧ ના મતદારોને વિવિધ સમાજના આગેવાનોએ ભાજપના ઉમેદવાર ભાનુબેન બારરીયા, હિરેનભાઇ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઇ મોરઝરીયાને સૌથી વધારે વોર્ડ નં. ૧ ના ઉપરોકત ભાજપના ચારેય ઉમેદવારોની જંગી લીડ પ્રાપ્ત થશે તેવી હાકલ કરી હતી. સંમેલનમાં વરીયા પ્રજાપતિ સમાજ, સોરઠીયા પ્રજાપતિ સમાજ, સતવારા સમાજ, મોચી સમાજ, માલધારી સમાજ, ક્ષત્રિય સમાજ, આહિર સમાજ, રાજપુત સમાજના સંમેલનમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. વોર્ડ પ્રભારી દિલીપ પટેલ, ચૂંટણી ઇન્ચાર્જ જેરામભાઇ વાડોલીયા, પ્રમુખ હિતેશ મારૂ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાનાભાઇ ખીમદર સહિતના આગેવાનોએ જન સમર્થન વ્યકત કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:48 pm IST)