Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કોરોના પોઝીટીવ દર્દી મતદાન કરે ત્યારે જે વસ્તુને અને EVM ને ર્સ્પશ કરે તે તમામ ફરજીયાત સેનેટાઇઝ કરવાની

ચુંટણી પંચે તાદિકની વધુ એક ગાઇડ લાઇન બહાર પાડીઃ સાંજે પ થી ૬માં નોન-કોવીડ મતદારોને મતદાન કરતા અટકાવવા નહિ

રાજકોટ તા. ર૦ : રાજય ચૂંટણી પંચે આજે બપોરે વધુ એક નવી ગાઇડલાઇન બહાર પાડી છે, જેમાં કોરોના પોઝીટીવ દર્દી મતદાન કરવા આવે ત્યારે તેઓ જે વસ્તુને ઇલેકટ્રોનીક ઉપકરણોને ઇવીએમને અડે સ્પર્શ કરે તે તમામ વસ્તુ ફરજીયાત સેનેટાઇઝ કરવાની જ રહેશે અને ત્યારબાદ જ બીજો મતદાર મતદાન કરી શકશે તે ઉપરાંત કોરોના પોઝીટીવ દર્દી સાંજે પ થી ૬માં મતદાન કરવા આવે અને ત્યારે અન્ય સામાન્ય નોન કોવીડ મતદારો મતદાન કરતા હોય તો તેમને બહાર કાઢવા નહિ અને મતદાન કરતા અટકાવવા નહી તેવો પણ આદેશ બહાર પડાયો છે.

(3:49 pm IST)