Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભાજપના ઉમેદવાર ડો.દર્શિતાબેન અને પ્રિતીબેનને અભિનંદન પાઠવતું જૈન ગ્રુપ

રાજકોટ : શહેરમાં જૈન વિદ્વાન જેવા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોકટર્સ, વકીલો અને એન્જીનિયરો સાથે રાખીને સામાજીક ઉત્તરદાયિત્વનું કાર્ય કરતી સંસ્થા જૈન પ્રોફેશનલ ફોરમના સભ્યો પૈકી બે સભ્યો ડો.દર્શીતાબેન શાહ તેમજ પ્રીતિબેન દોશીને ભાજપ તરફથી શહેરના વોર્ડ નં.૨ અને ૮ના ઉમેદવારોને જૈન પ્રોફેશનલ ફોરમના હોદ્દેદારો ડો. રાજુભાઈ કોઠારી, કલ્પેશભાઈ દોશી - સી.એ. તેમજ તરૂણ કોઠારી - એડવોકેટ દ્વારા અભિનંદન પાઠવેલ. તેમજ દંપતિઓનું બનેલ જૈન સોશયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉનના સભ્યો અનુક્રમે ડો.દર્શીતાબેન શાહ તેમજ પ્રીતિબેન દોશીને સંસ્થાના પ્રમુખ પ્રણવભાઈ મહેતા, મંત્રી સૌરભ સંઘવી તેમજ સ્થાપક પ્રમુખ ડો. રાજુભાઈ કોઠારી અને પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમ એક યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:49 pm IST)
  • ભારતમાં આઝાદી બાદ પહેલીવાર મહિલાને લગાવશે ફાંસી :પવન જલાદ નિર્ભયાના દોષીઓને બાદ હવે શબનમને આપશે ફાંસી : મથુરા જેલમાં તમામ તૈયારીઓ પૂર્ણ : પવન જલાદે કહ્યું બોલાવાની રાહ જોઈ રહ્યો છું access_time 1:10 am IST

  • રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી: વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયાં: ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ નથી ધો. 1થી 5માં આગામી દિવસોમાં શિક્ષણ શરૂ થાય તેવી શક્યતા access_time 1:17 am IST

  • કર્ણાટક સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્ર-કેરળના લોકોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી : કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે. સુધાકરે આ મામલે નાયબ કમિશ્નરોને પત્ર લખ્યો છે access_time 4:52 pm IST