Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કલેકટર તમિલ સંગમ માટે સૌરાષ્ટ્રવાસીઓને આવકારવા તામિલનાડુ જશે :સરકારની સ્પે. જવાબદારી

રોડ શોમાં ખાસ ભાગ લેશે :સાંજે માધવપુર મેળા અંગે હવેલી - વૈષ્ણવ સંપ્રદાય સાથે મીટીંગ

 રાજકોટ તા. ૨૦ :આગામી ઍપ્રિલ મહિનામાં સોમનાથ ખાતે ૧૦ દિવસના તાલીમ સંગમ મુખ્ય કાર્યક્રમ યોજાશે. ઉપરાંત રાજકોટ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના ક્ષેત્રોમાં પણ અલગ અલગ તાલીમ સંગમ કાર્યક્રમ યોજાનાર છે અને આ અંગે તડામાર તૈયારીઓ ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે.

દરમિયાન તમિલનાડુના જુદા જુદા શહેરો ચેન્નઈ, મદુરાઈ વગેરેમાં વર્ષોથી વસવાટ કરતા અંદાજે ૧૨ લાખ સૌરાષ્ટ્રજનોને આવકારવા તામિલનાડુમાં ગુજરાતના મિનિસ્ટરો દ્વારા નવ જેટલા રોડ શો થનાર છે.

આ રોડ શો સંદર્ભે રાજકોટ કલેકટર શ્રી અરુણ મહેશ બાબુને રાજ્ય સરકારે સ્પેશિયલ જવાબદારી સોંપી છે. કલેક્ટર આ વીકના અંતમાં ખાસ તમિલનાડુ જશે સૌરાષ્ટ્ર અને ગુજરાત આવવા અંગે ભાવભર્યું આમંત્રણ પાઠવશે. રોડ શોમાં ખાસ ભાગ લેશે.

બીજીવાર માધવપુરના રાષ્ટ્રીય મેળામાં રાજકોટની પ્રજાને મોકલવા અંગે કલેકટર તંત્રઍ તૈયારીઓ શરૂ કરી છે આજે સાંજે હવેલી વૈષ્ણવ, સંપ્રદાય, સંતો, મહંતો સામાજિક આગેવાના,ે સંસ્થાઓના વડા સાથે કલેક્ટરે ખાસ મીટીંગ યોજી છે. રાજ્ય સરકારે માધવપુર જવા આવવા અંગે ખાસ ૭૦ બસો ફાળવી છે. આ ૭૦ બસમાં વિનામૂલ્યે ભક્તજનોને લઈ જવાશે. જરૂર પડયે તંત્ર વધુ બુક કરશે. રાજકોટથી ચારથી પાંચ ડેપ્યુટી કલેક્ટરોને પણ આ બાબતે જવાબદારી સોંપાશે તેમ વર્તુળો ઉમેરી રહ્ના છે.(૨૪.૧૩)

 

 

(4:09 pm IST)