Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

પુસ્‍તક પરિચય

પ્રવાસનનું સમાજશાષા : તમામને ઉપયોગી થઇ શકે તેવું માહિતી-જ્ઞાનસભર પુસ્‍તક

ધન્‍વી-માહી

પ્રો.(ડો.)ચંદ્રીકા રાવલ અને ડો.શૈલજા ધ્રુવ દ્વારા પ્રવાસન વિષયક માહિતીને સમાજશાષાીય, વાણિજ્‍યિક સંચાલકીય, કારકિર્દીલક્ષી તથા વ્‍યવહારીક દ્રષ્‍ટિકોણથી રજૂ કરવાનો સંનિષ્‍ઠ પ્રયાસ

માહિતી અને ટેકનોલોજીની આજની ૨૧મી સદીમાં લોકોની રહેણીકરણી, શોખ, ખાનપાન, ફ્રી ટાઇમ કે વેકેશનમાં હરવા ફરવા અંગેની વિચારસરણીમાં આમૂલ પરિવર્તન આવી ગયુ છે. હવે ઘણા બધા લોકો પોતાના વાર્ષિક ફેમીલી બજેટમાં હરવા ફરવા (પ્રવાસ)ને પણ સ્‍થાન આપવા લાગ્‍યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિસ્‍તાર પામી રહ્યો છે. જો કે કોરોનાએ પ્રવાસન ઉદ્યોગ પર નકારાત્‍મક અસર ઉપજાવી છે પરંતુ વહેલાસર બધુ સમુસુથરૂ બની જાય તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરીએ.

પ્રવાસન સંદર્ભે વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો, સંશોધકો, સરકારી અને સ્‍વેૈચ્‍છિક સંસ્‍થાઓ, હરવા ફરવાના શોખીનો, ટ્રાવેલ ઇન્‍ડસ્‍ટ્રીઝ વગેરે તમામને ઉપયોગી થાય તેવુ માહિતી અને જ્ઞાનસભર પુસ્‍તક ‘પ્રવાસનનું સમાજશાષા' પ્રો.(ડો.)ચંદ્રીકા રાવલ (પ્રોફેસર સમાજશાસ્‍ત્ર વિભાગ, ગુજરાત યુનિ. અમદાવાદ) તથા ડો.શૈલજા ધ્રુવ (એસો.પ્રોફેસર અને અધ્‍યક્ષ સમાજશાષા વિભાગ, એસ.એલ.યુ આર્ટસ એન્‍ડ એચ. એન્‍ડ પી, ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન અમદાવાદ) દ્વારા લખવામાં  આવ્‍યુ  છે. જેનું વિમોચન તાજેતરમાં જ ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ.

 ૩૪૪ પેઇજ ધરાવતુ તથા ૩૩૦ રૂપિયાની કિંમતનું આ દળદાર પુસ્‍તક પાંચ એકમોમાં પ્રકાશીત કરવામાં આવ્‍યુ છે. જેમાં (૧) પ્રવાસ અને પ્રવાસનનું સમાજશાષા, તેની ઉપયોગીતા અને વિવિધ સામાજીક વિજ્ઞાનો સાથેનો સંબંધ (ર) પ્રવાસનના સમાજશાષાીય સિધ્‍ધાંતો, પરિપ્રેક્ષ્યો અને સાંપ્રત મુદ્દાઓ (૩) પ્રવાસન અને તેના બદલાતા પ્રવાહો (૪) પ્રવાસન ઉદ્યોગ અને ભારતની તથા ગુજરાતની પ્રવાસન નિતી (પ) પ્રવાસન સંચાલન સંબંધીત મુદ્દાઓ જેવા કે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઇન્‍સ્‍ટીટયુશન્‍સ, પેકેજીસ, કોરોનાને લીધે પ્રવાસન ઉદ્યોગ પર અસર વગેરે બાબતે વિસ્‍તૃત અને ઉંડાણપુર્વક છણાવટ કરેલ છે. ટુકમાં પ્રવાસન વિષયક માહિતીને મુખ્‍યત્‍વે સમાજશાષાીય, સંચાલકીય, કારકિર્દીલક્ષી, વાણિજયક અને વ્‍યવહારીક દ્રષ્‍ટિકોણથી રજૂ કરવાનો સંનિષ્‍ઠ પ્રયાસ આ પુસ્‍તકમાં કરેલ છે. પુસ્‍તકનું પબ્‍લિકેશન જેમણે કરેલ છે તેવા પાર્શ્વ પબ્‍લિકેશન, ૧૦૨ નંદન કોમ્‍પલેક્ષ, મીઠ્ઠાખડી ગામ, અમદાવાદ - ૬ (વિરલભાઇ શાહ મો. ૯૭૨૬૧ ૫૯૫૧૧) ખાતેથી પુસ્‍તક મેળવી શકાય છે.૭

અત્રે એ ઉલ્લેખનીય છે કે પુસ્‍તકના બંને લેખીકાઓ ડો.ચંદ્રીકા રાવલ અને ડો.શૈલજા ધ્રુવે અમેરિકા, એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્‍ટ્રેલીયા જેવા વિવિધ ખંડોના ૩૩ જેટલા દેશોની સફર કરેલ છે. ગુજરાત અને ભારતના મુખ્‍ય પ્રવાસન સ્‍થળોની સાથે અંતરીયાળ, ઐતિહાસીક અને સાંસ્‍કૃતિક મહત્‍વ ધરાવતા સ્‍થળોની મુલાકાત લઇને ભારતના ભવ્‍ય વારસાને માણીને ધન્‍યતા અનુભવેલ છે.

બંને લેખીકાઓએ અકિલાને જણાવ્‍યું હતુ કે જ્ઞાનની સતત વિસ્‍તરતી ક્ષિતીજ વચ્‍ચે જયારે કોઇ પ્રવાસી સ્‍થાનિક થી વૈશ્વિક ફલક ઉપર મુસાફરી કરે છે ત્‍યારે વૈશ્વિક એકતા, વૈશ્વિક સંસ્‍કૃતિનું આદાનપ્રદાન ઉપરાંત આર્થિક, વ્‍યવહારિક અને સંતુલીત વિકાસનો પથ નકકી કરે છે. સાથે સાથે વિભિન્‍ન સામાજીક, સાંસ્‍કૃતિક વિરાસતને ઉજાગર કરી માનવ સંસ્‍કૃતિને ગૌરાન્‍વિત પણ કરે છે.

(10:25 am IST)