Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જેના થકી આવતીકાલે 'દૃષ્ટિ' ૪૩માં વર્ષમાં પ્રવેશી રહી છે

સૌરાષ્ટ્ર -કચ્છના ૧૯૮૦થી આજ સુધીના આશરે ૩૦૦૦થી વધુ કલાયન્ટસનો આભાર : અમારા કલાયન્ટસ અમારી સફળતાના સ્મિત છે અને સ્મિત હંમેશા આવકારદાયક હોય છે

આજથી ૪ દાયકા પહેલા સોરાષ્ટ્રમાં ડિઝાઈન બનાવી ન્યૂઝપેપરમાં જાહેરાત કરવાનો અભિગમ નવો ગણાતો, ત્યારે 'દૃષ્ટિ'એ તક પારખી અનેકવિધ ઉદ્યોગો, ઉત્પાદનો અને સેવાઓ માટે બ્રાર્ન્ડિંગના નવીન વિકલ્પો આપ્યા, આ ઉપરાંત કંપની લોગો, સ્ટેશનરી, કેટલોગ, બ્રોશર, લિટ્રેચર, કોર્પોરેટ બ્રોશર, ક્રિએટિવ એડ કેમ્પેન, પોસ્ટર, પ્રોડકટસ પેકેજિંગ, કંપની પ્રોફાઈલ બુકલેટ, ધાર્મિક બુકલેટ, વેડિંગ કાર્ડ વગેરેનું ડિઝાઈનિંગ તેમજ સ્ક્રીન/ ફોર કલર/ સ્પે. કલર પ્રિન્ટિંગ તેમજ સ્પાઈરલ બાઈન્ડીંગ, લેમિનેશન, સ્પે. સ્પોટ લેમિનેશન, ફોઈલ વર્ક વગેરેની સફળ કામગીરીનો પરિચય આપી ટૂંક સમયમાં પોતાનું મોખરાનું સ્થાન મેળવેલ અને આજે પણ મોખરાનું સ્થાન જાળવી રાખવામાં સફળ.

'દૃષ્ટિ'એ ડેવલપ કરેલ ગુજરાતી ફોન્ટ  સીરિઝે અત્યંત લોકપ્રિયતા મેળવી અને  તેનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો  હોવાથી તેની લોકપ્રિયતાનો અંદાજ  આવી શકે છે. તે અરસામાં પણ હરિફાઈ  તો હતી જ ત્યારે પણ પેકેજિંગ  ડિઝાઈનમાં સ્પે. પ્રોડકટસ ફોટોગ્રાફી  તેમજ પ્રોડકટસ પ્રમોશન માટે મોડેલ  સિલેકશન કરી મોડેલ કોટોગ્રાફીનો  કન્સેપ્ટ લાવ્યા. સૌરાષ્ટ્રની તમામ  મોખરાની બ્રાન્ડસને સેવાઓ પૂરી પાડી  'દૃષ્ટિ' સમય સાથે બદલાતી ટેકનિક અને વ્યવસાયીક અભિગમ સાથે હર  હંમેશ કદમ મિલાવતી રહી અને આજે  પણ અડીખમ સ્થાન ધરાવી રહી છે.

બ્રાન્ડ્સ તેમજ માર્કેટિંગ નેટવર્કને  સંપૂર્ણપણે સમજી તેમના બજેટનું સંપૂર્ણ  વળતર મળી રહે તેવા હેતુથી મીડિઆ પ્લાનર, વિઝયુલાઈઝર, માર્કેટિંગ એકિઝકયુટિવ જેવા કુશળ કર્મચારીઓની ટીમ સતત જાગૃતપણે કાર્યરત રહી. ડિઝાઈનિંગ ક્ષેત્રમાં કોમ્પ્યુટર યુગના આગમન સાથે જ 'દૃષ્ટિ' સૌપ્રથમ અદ્યતન કોમ્પ્યુટરાઈઝડ  એડ એજન્સીમાં  પરિવર્તિત થઈને  ક્રિએટિવીટીને વેગ આપ્યો.

આ સમય  દરમ્યાન કોઇ પણ રાજયના ન્યૂઝપેપર/મેગેઝિનમાં જાહેરખબર પ્રસિદ્ઘ કરવા માટે જરૂરી અને અત્યંત પ્રતિષ્ઠિત INS (ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી) ન્યૂ દિલ્હીનું એક્રેડિટેશન પ્રાપ્ત કર્યું અને તે સાથે જ 'દૃષ્ટિ' એંડવર્ટાઈઝિંગ સોરાષ્ટ્રની સૌ પ્રથમ INS અને ABC (ઓડિટ બ્યૂરો ઓફ સકર્યુલેશન) મુંબઈની મેમ્બરશિપ ધરાવનાર એજન્સી બન્યાનું ગૌરવ મેળવેલ. અનેકવિધ સોપાનો અને નો સિદ્ઘિઓ સર કરી 'દૃષ્ટિ' આજે સોરાષ્ટ્ર સ્થિત ૩૦૦ થી વધુ લોકલ,  નેશનલ બ્રાન્ડને વિકસાવવાથી લઈને પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ સુધીની તમામ સર્વિસ વ્યવસાયીક ધોરણે પૂરી પાડી રહી છે. 'દૃષ્ટિ'ની મહત્વની વિશેષતા એ રહી છે કે એંડવર્ટાઈઝિંગ  ડિઝાઈનિંગ મીડિઆ ઉપરાંત પ્રિન્ટ મીડિઆ (ન્યૂઝપેપર / ઈલેકટ્રોનિકસ મીડિઆ, આઉટડોર મીડિઆ, ફોટોગ્રાફી તેમજ ડિઝાઈનિંગ અને  પ્રિન્ટિંગ ક્ષેત્રમાં આવતા પરિવર્તનોથી વાકેફ રહી પોતાની લીડરશિપ જાળવી રાખે છે અને આજે પણ સતત કંઇ ને કંઇ નવું આપવા પ્રતિબધ્ધ છે.

કલાયન્ટની પ્રતિષ્ઠાનું સન્માન સાથે  તેમના વિશ્વાસનું જતન કરવામાં પણ  પાયોનિયર 'દૃષ્ટિ' ડિજિટલ મીડિઆમાં  પણ કાર્યરત થઈ ચૂકી છે. નવી  વેબસાઇટ ક્રિએટ કરવી, ચાલુ  વેબસાઇટને અપડેટ કરવી તેમજ  યુ-ટયુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ગુગલ જેવા સોશિયલ  મીડિઆ નેટવર્કના માધ્યમથી ટીવી એડ,ડોકયૂમેન્ટરી ફિલ્મ માટે કન્સેપ્ટ, વિઝયુલાઈઝે શન, સ્ક્રીપ્ટ રાઈટીંગ, જિંગલ્સ અને પ્રોડકટસવાઈઝ લોકેશન સિલેકશન, એડ ફિલ્મનું શૂટિંગ તેમજ નેશનલ ચેનલો પરથી પ્રસારણ સર્વિસ આપી રહી છે.

'દૃષ્ટિ' ઉપરોકત તમામ સબળ પાસાઓને કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં પણ પોતાનું મોખરાનું સ્થાન છેલ્લા ૪ર વષોથી જાળવી ૪૩માં વર્ષમાં પ્રવેશ અવસરે 'દૃષ્ટિ'ને પ્રગતિના માર્ગે દોડતી રાખવામાં સિંહફાળો આપતા અમારા વર્તમાન તથા ભુતપૂર્વ કાર્યકુશળ કર્મચારીગણ, કલાયન્ટ સ્વરૂપ પ્રથમ હરોળની બ્રાન્ડસ, મિત્રો, શુભચિંતકો, વેન્ડર્સ અને મીડિઆનો ઉષ્માભર્યા સહકાર બદલ આ તકે અમો સો પ્રત્યે સહર્ષ ખૂબ ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.

(4:24 pm IST)