Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ન્યુ રાજકોટમાં અડધા ઈંચનું ઝાપટુ: અન્ય વિસ્તારોમાં ઝરમર

સેન્ટ્રલ ઝોનમાં 8 મી.મી, વેસ્ટ ઝોનમાં 11 મી.મી તથા ઈસ્ટ ઝોનમાં માત્ર 4 મી.મી વરસાદ ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં નોંધાયો

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસો છે સૌરાષ્ટ્રના છવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે છે. ખાસ કરીને બોપર બાદ ના સમયે મેઘરાજા વરસે છે.  દરમિયાન રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળે છે. દરરોજ બપોર બાદ તે સાંજના સમયે જોરદાર વરસાદી વાતાવરણ રહે છે. દિવસ દરમિયાન અસહ્ય બફારાથી ત્રાહીમામ પોકારતા નગરજનોને રાહત મળે છે.  આજે સાંજના પાંચ વાગ્યે રાજકોટ શહેરમાં માત્ર ૧૫ થી ૨૦ મિનિટના સમયગાળામાં અમુક વિસ્તારોમાં ધોધમાર ઝાપટું વરસી ગયુ હતુ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, તો શહેરના અમુક વિસ્તારોમાં હળવાથી ઝરમર વરસાદ વરસ્યો હતો. 

ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 8 મી.મી, વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટમાં ૧૧ મી.મી તથા ઇસ્ટ ઝોનનાં સામાકાંઠા વિસ્તારોમાં 4 મી.મી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

 

(6:32 pm IST)