Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કોઠારીયા સોલવન્ટમાં રાઘવ ઉર્ફે રઘાના ઘરમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: નંગ ૧૨૯૬ કિ.રૂ.-૪.૮૯ લાખના ૧૨૯૬ બોટલ દારૂ સાથે પકડાયો: જૂનાગઢના સુનિલનું નામ ખુલ્યું

ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસિયા, પીઆઇ વાય.બી. જાડેજા, જે.વી. ધોળા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરમાં દારૂ -જુગારની પ્રવૃતી સદંતર નેસ્તનાબુદ કરી કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમી પરથી ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટમાં એક મકાનમાં દરોડો પાડી રાઘવ ઉર્ફે રઘો ચનાભાઇ હાડગરડા-ભરવાડ (ઉ.વ.-૩૪ ધંધો-છુટક મજુરી રહે. કોઠારીયા સોલવન્ટ, મચ્છોમા ના મંદીરથી આગળ શીવશકિતપાર્ક શેરી નંબર-૧)ને તેના ઘરમાંથી રૂ.૪,૮૯,૬૦૦ની કિંમતના ૧૨૯૬ બોટલ દારૂ સાથે પકડ્યો છે. આ દારૂમાં જૂનાગઢના સુનીલ લાખાભાઇ ભારાઇનું નામ ખુલતાં શોધખોળ થઈ રહી છે.

પોલીસના કહેવા મુજબ અગાઉ પણ રઘો દારૂના બે ગુનામાં પકડાયો હતો અને પાસામા જઈ આવ્યો છે.  પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી ડી.વી. બસિયાની રાહબરીમાં પેટ્રોલિંગ દરમિયાન કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, રણજીતસિંહ પઢારીયા તથા વિજયભાઇ મેતાને મળેલી બાતમી પરથી આ કામગીરી એ.એસ.આઇ. હીતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા દ્વારા કરવામાં આવી છે.

(10:47 am IST)