Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટમાં ર૪ કલાકમાં કોરોનાના નવા ૩ કેસ : પ દર્દીઓ સાજા થઇ જતા હોસ્‍પિટલમાંથી રજા આપી

કોરોના પોઝીટીવ પ્રૌઢ મુંબઇ જઇને પરત આવેલ : એકટીવ કેસની સંખ્‍યા ૩૭ પહોંચી

રાજકોટ : ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના નવા ૩ કેસ આવ્‍યા છે કોરોના પોઝીટીવ કેસના એક પ્રૌઢ મુંબઇ જઇને પરત આવ્‍યાં છે.

રાજકોટમાં ગુરૂવારે 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે 2 દિવસ બાદ કેસ ઘટીને 3 થઈ જતા ચાર ગણો કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઇકાલે શનિવારે શહેરમાં 3 કેસ નોંધાયા હતા. તેમજ 5 દર્દીને ડિસ્ચાર્જ અપાતા હવે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 37 થઈ ગઈ છે.

શહેરમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા તેમાં વોર્ડ નં.11માં નવજ્યોત પાર્કમાં રહેતા વૃદ્ધનો સમાવેશ થાય છે. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમજ રસીના બે ડોઝ લીધેલા છે. જ્યારે આ જ વોર્ડના રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રૌઢ પોઝિટિવ આવ્યા છે તેઓ તાજેતરમાં મુંબઈ જઇને પરત આવ્યા છે તેમજ બૂસ્ટર સહિત રસીના 3 ડોઝ તેમણે લઇ લીધા હોવાનું જણાવ્યું છે. જ્યારે એક 40 વર્ષીય મહિલાનો કેસ મોરબી રોડ પર આવેલા બાલાજી પાર્કમાં વોર્ડ નં.4માં નોંધાયો છે. રાજકોટ શહેરમાં આજે 5 દર્દીની તબીયતમાં સુધારો થતાં તે તમામને ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 37 પર પહોંચી છે જ્યારે કુલ કેસનો આંક 63784 થયો છે.

ગુરૂવારે શહેરમાં કોરોનાના એકસાથે 12 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 5ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે જ્યારે બે કેસ એવા છે જે અગાઉ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી કોરોનાગ્રસ્ત થયા છે. જે 5ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે તેમાં વોર્ડ નં.11માં પુનિતનગર વિસ્તારની 18 વર્ષની યુવતી દ્વારકાથી આવી છે. જ્યારે ગીતાનગર વોર્ડ નં. 14ના 54 વર્ષીય મહિલા નાથદ્વારાથી પરત આવ્યા હતા. મનહર પ્લોટ 26 વર્ષનો યુવાન અમદાવાદથી આવ્યો હતો.

(3:12 pm IST)