Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મનપા અને રૂડાના ૩૭૯૦ આવાસોનું લોકાર્પણ -૧૦૪૨ આવાસોનો ફાળવણી ડ્રો નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતીમાં યોજાયો

ગુજરાતનો વિકાસ એ ભારતના વિકાસને પ્રતિબધ્‍ધતાને દ્રઢ બનાવશેઃ મોદી : માત્ર ચર્ચાઓ નહીં પરંતુ જનતાએ સોંપેલા કામો પુરા કરીને બતાવ્‍યા : અરવિંદ રૈયાણી : મનપાએ સ્‍લમ નહીં પરંતુ પોશ વિસ્‍તારોમાં અદ્યતન આવાસો બનાવ્‍યાઃ પ્રદિપ ડવ

રાજકોટ,તા.૧૮: મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્‍ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ કુલ ૩૭૯૦ આવાસોનું લોકાર્પણ તથા ૧૦૪૨ આવાસોનો નંબર ફાળવણી ડ્રો ઉપરાંત બી.એલ.સી. હેઠળ નિર્માણ પામેલ આવાસોનો ગૃહપ્રવેશ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે તેમની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં પૂ.પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આજરોજ યોજાયો. જયારે આવાસોની જુદી જુદી સાઈટ ખાતે પણ આ અંગેનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો.

બરોડા ખાતે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ભારત સરકારના રેલ્‍વે અને ટેક્‍સ ટાઈલના મંત્રાલયના દર્શનાબેન જરદોશ. ભારત સરકારના સંચાર મંત્રાલયના રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના જુદાજુદા મંત્રીઓ ઉપસ્‍થિત રહેલ.

બરોડા ખાતે વિશાળ જનસંખ્‍યાને સંબોધતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આજે માતૃવંદનાનો દિવસ છે. સવારે માતાના આશિર્વાદ લીધા ત્‍યારબાદ જગતજનની માં કાલીના આશિર્વાદ લીધા અને અહી ઉપસ્‍થિત હજારો માતાઓના આશિર્વાદ લીધા. ગુજરાતમાં રૂ.૨૧૦૦૦ કરોડના ડેવલોપમેન્‍ટ પ્રોજેક્‍ટના લોકાર્પણ અને શિલાન્‍યાસ થયા. ગુજરાતનો વિકાસ ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને દ્રઢ બનાવશે.

રાજકોટ ખાતેના કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ તેમજ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્‍થિતિ રહેલ તેમજ આ અવસરે સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ કોર્પોરેટરો, ભાજપ સંગઠનના હોદેદારો, અધિકારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ

(4:41 pm IST)