Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કોરોનાનું સંક્રમણ વધતા શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકો માટે માસ્‍ક ફરજીયાતઃ રાજકોટ શિક્ષણાધીકારી

ચોમાસાનું વાતાવરણ અને રાજયમાં હવે ધીમે ધીમે

રાજકોટ, તા., ૨૦: છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાથી રાહત અનુભવતા લોકો  હવે ચોમાસાની સીઝન અને કોરોનાના કેસમાં ધીમો વધારો થતા સરકારના વિવિધ વિભાગોમાં થોડીક કાળજી લેવાઇ રહી છે.

રાજકોટમાં ચોમાસાનું વાતાવરણ અને કોરોનાના કેસ વધતા શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્‍ક ફરજીયાત પહેરવાની સુચના આપવામાં આવી છે.

રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી શ્રી  કૈલાએ જણાવ્‍યું છે કે, આરોગ્‍ય વિભાગ તેમજ રાજય સરકારની સુચના છે જ કે માસ્‍ક પહેરવું. રાજકોટમાં ચોમાસાનું વાતાવરણ તેમજ કેસોમાં વધારો થતા શાળાઓએ કાળજી લેવી જરૂરી છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સરકારના માર્ગદર્શન મુજબ માસ્‍ક પહેરવું જોઇએ

(1:35 pm IST)