Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આદર્શ લગ્નમાં દીકરીઓને ૧ લાખ ૧૧ હજારના કિશાન વિકાસપત્ર અને રોકડ રકમ અર્પણ

શ્રીમાળી જૈન સુખડીયા સમાજની ઐતિહાસીક કામગીરી

રાજકોટઃ દશા શ્રીમાળી જૈન સુખડીયા સમાજ દ્વારા આદર્શ લગ્નમાં 'કન્યા દાન યોજના હેઠળ રૂપિયા ૧,૧૧૧૧૧ કન્યા ને કિશાન વિકાસ પત્ર તથા રોકડ' સ્વરૂપે આપવામાં આવતા સૌ પ્રથમ અને ઐતિહાસિક સમાજ દ્વારા નિર્ણય લઇ કામગીરી કરવામાં આવી હતી. તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ, મોટા જમણવાર, આરંભ સમારંભના ખર્ચ બંધ કરીને કન્યા ને સ્વનિર્ભર બનાવવા માટેનો શ્રેષ્ઠ નિર્ણય લીધો હોવાનું યાદીમાં જણાવાયુ છે. *કરિયાવરમાં ફકત સોનાની તથા ચાંદીની વસ્તુ તથા લગ્ન પ્રસંગે જરૂરી શુકન પુરતી વસ્તુઓ જ આપવામાં આવેલ હતી.* *સ્ત્રી સશકિતકરણ અને સ્ત્રી નિર્ભર બનાવવા ના હેતુથી અને  *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મિશન સફળ અને સાકાર કરવા માટેનો એક અલ્પ પ્રયાસ રાજકોટ દશા શ્રીમાળી સુખડીયા જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. મહેશભાઇ ગોયાણી (પ્રમુખ) અને તેજસ્વીભાઇ કારાવડીયા (મંત્રી) તથા કમિટિ મેમ્બર્સ અને યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા આયોજીત આ આદર્શ લગ્નનું બીજુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ આદર્શ લગ્નમાં કન્યાદાન યોજના હેઠળ રૂા.૫૫ હજાર આપવામાં આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયંુ હતુ.

(3:39 pm IST)