Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ચુનારાવાડ ચોક પાસે કારનો કાચ તોડી રોકડ, એપલ વોચ, અને બે મોબાઇલ ચોરી કરનારા સગીર સહિત ત્રણ પકડાયા

થોરાળા પોલીસે સીસીટીવી કુટેજ પરથી કોન્સ. રવીભાઇ રત્નુની બાતમી પરથી અજય ઉર્ફે અજુ, ઋત્વીક અને સગીરને આરએમસી ઓફીસ સામેથી દબોચ્યા

રાજકોટ તા. ર૦ : ચુનારાવાડ ચોક બસસ્ટોપ પાસે પાર્ક કરેલી ફોરવ્હીલનો કાચતોડી તેમાંથી રોકડ, એપલ વોચ અને બે મોબાઇલ ફોનની ચોરી કરનાર સગીર સહિત ત્રણ શખ્સોને થોરાળા પોલીસે સીસીટીવી કુટેજની મદદથી પકડી પાડા છ.ે

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં.૧૧માં રહેતો વિદ્યાર્થી અમન સીરાજભાઇ માખાણી (ઉ.ર૩) એ ગઇકાલે પોતાની જી.જ.૩ એચ.આર-૭પ૦૩ નંબરની સ્વીફટ કરા ચુનારવાડ ચોક બસ સ્ટોપ પાસે પાર્ક કરી હતી દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ કારની આગળ ડાબીબાજુના દરવાજાનો કાચ તોડી તેમાંથી રૂા. ર૪૦૦ રોકડા, ૩૦ હજારની કિંમતની એપલવોચ તથા બે માોબાઇલ ફોન અને ચાર્જર મળી રૂા. ૮૦,૬૦૦નો મુદામાલ ચોરી ગયા હતા આ બનાવ અંગે અમન માખાણીએ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી ઓ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી.એમ. રબારીની સુચનાથી થોરાળા પોલીસ મથકના પી.આઇ.જ.ે આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ. પી.એન.ત્રીવેદી, એચ. બી. વડાવીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કુટેજ તપાસી અને હયુમન ઇન્ટેલીજન્સની મદદથી ત્રણ શંકાસ્પદ શખ્સોની ઓળખ મેળવી હતી દરમ્યાન આ શખ્સો ભાવનગર રોડ આર એમસી ઓફીસની સામે હોવાની કોન્સ રવીભાઇ રત્નુને બાતમી મળતા પુજીત રૂપાણી બગીચા વાળા મેઇન રોડ પરથી અજય ઉર્ફે અજુ સંજયભાઇ સોલંકી (ઉ.૧૮) (રહે. ચુનારાવડ શોરી નં.૧), ઋત્વિક પ્રભુદાસભાઇ ઘાટલીયા (ઉ.રર) (રે. રાધામીરા સોસાયટી શેરી નં.૪, મોરબી રોડ જકાતનાકા પાસે) અને એક સગીરને ઝડપી લીધા હતા પોલીસે ત્રણેય પાસેથી બે મોબાઇલ, ચાર્જર, રૂા.ર૪૦૦ રોકડા અને એપલ કંપનીની વોચ મળી રૂા.૮૧૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અજય ઉર્ફે અજુ અગાઉ સગીરાના પહહરણ અને બળાત્કાર તથા દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પી. આઇ. જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ.પી.એન.ત્રીવેદી, એચ.બી.વડાવીયા, કોન્સ રવીભાઇ રત્નુ, રવીભાઇ ધગલ, પ્રદ્યુમનસિંહ ઝાલા, હોમગાર્ડ કિશનભાઇ, અમીતભાઇ, દિપકભાઇ તથા ટ્રાફીક બ્રીગેડના રાહુલભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(5:13 pm IST)