Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પ્રકૃતિમાંથી પ્રાણા પ્રાપ્ત કરી આત્માનું પરમાત્મા સાથે મિલન

યોગ દ્વારા તન અને મનને મેડિસીનમાંથી મુકત કરી

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે આપણા માટે ગૌરવની વાત એ છે કે ભારત દેશની ઋુષી પરંપરા ''પતંજલી યોગ શાસ્ત્રને યોગગુરુ શ્રીસ્વામી રામદેવજી મહારાજે આપણા દેશના આંગણામાં અને વિશ્વભરના બારણમાં પહોંચાડી સાથે  યુગ પ્રર્વતક આપણ લાડીલા વડાપ્રધાન પણ યોગને એક આધ્યાત્મના ઉંચા સ્થર પર પહોંચાડી વિશ્વને યોગનો અમૂલ્ય વારસો આપેલ છે. આજના દિવસે મહાન આધ્યાત્મગુરુઓને પ્રણામ

યોગ શબ્દનો અર્થ સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ મળવાના સંજોગો થયા ત્યારે યોગ શબ્દ વપરાય છે. કંઇ પણ પરિસ્થિતિમાં નવું નિર્માણ થાય અથવા પ્રાપ્ત થાય તેને યોગ કહેવાય છે. આવા યોગ સંયોગ જીવનમાં બનતા રહેતા હોય છે.

 જયારે ફિજીકલ યોગ સાથે મન જોડાય છે ત્યારે આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે. અને તેને શ્રેષ્ઠ યોગ કહેવાય છે. યોગ શાસ્ત્રમાં અનેક પ્રકારે યોગનું વર્ણન કરેલ છે. સાયો યોગ શિખવા માટે કોઇ યોગી મહાત્માએ જ્ઞાન સાથે યોગન પુર્ણ પ્રાપ્તી કરેલ હોય તેની પાસેથી જ યોગ જ્ઞાન પ્રાપ્ત કરવું તો જ સારૂ અને સાચુ પરિણામ મળે છે.

આજે વિશ્વભરમાં વ્યાપી રહેલ વિશ્વયુધ્ધની તૈયારીઓ અને સાથે પ્રકૃતિના પાંથે તત્વોનું ભયાનક સ્વરૂપ ધર્મને નામે અધર્મો યોગ્યતા વગર યોગ અને જ્ઞાનનો પ્રચાર આમ ચારે તરફથી વિશ્વાસ ખોઇને મુંજાયેલો માણસ અકળાયેલો દેખાય છે. મા.બાપનાનું સ્થાન મિડિયાએ લીધુ છે. મોબાઇલ અને કોમ્પયુટર વચ્ચે દિવસ રાત ભૂલાઇ ગયા છે. કુટુંબો તૂટતા જાય છે. જેથી યુવાનોને, સાચુ જીવન જીવવા પ્રેકટીકલ જ્ઞાનનો અભાવ દેખાય છે. ભણતર વધતું જાય છે. પણ જનરલ નોલેજ  ઘટતું જાય છે. કુટુંબો તૂટતા જાય છે. જેથી સામાજીક વ્યવસ્થા કથળે છે. આવા સંજોગોમાં અટવાયેલા યુવાન યોગને જીવન સાથે જોડશે તો પોતાની ઇચ્છા અનુસાર એક કુશળ વ્યકિત્વ અને  દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે તે અનેક લોકોને અનુભવોથી સાબીત થયું છે.

યોગ દ્વારા સકારાત્મક બિમારો, પ્રકૃતિ દ્વારા , પ્રાણા પ્રાપ્ત કરી શરીર અને મનને મડીસીનમાંથી મુકિત કરી શકાય છે.  યોગ પ્રાપ્ત કરવા કર્મ છોડી ભાગવાની જરૂર નથી. જીવન સારી રીતે જીવવા યોગ અપનાવી યોગ દ્વારા કર્મ બંધનોમાંથી મુકિત અને દરેક કાર્યમાં સંતોષ અને કર્મ અનુસાર ફળનો આનંદ ભગવાન શ્રીકૃષ્ણના દરેક કાર્યમાં યોગના દર્શન થાય છે. હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાને કર્મ બંધનો માંથી મુકિત માટે યોગનું જ્ઞાન આપેલ છે. જેથી આપ યોગેશ્વર કૃષ્ણ કહેવાયા છે. મહાભારતના યુધ્ધમાં અર્જુન વિશાદમાં હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યુ કે હુ અર્જુન તું યોધ્ધા જરૂર છે. પણ યોગી નથી.'' દેશને આજે યોધ્ધા સાથે યોગીની જરૂર છે.

શારીરિક યોગ સાથે જ્ઞાન યોગ અને કર્મ કુશળતા પણ જરૂરી છે. આપણે દેશ જયારે યુગપરિવર્તનને આંગણે ઉભો છે. ત્યારે સાચા સંતો અને યોગીઓનો અમૂલ્ય ફાળો રહેતો હોય છે. ભારત દેશ શાંતિપ્રિય દેશ છે. દશના દરેક નાગરિકે દેશના ઉજવળ ભવિષ્ય માટે અને લાડીલા વડાપ્રધાને અપનાવેલ યોગ દ્વારા પ્રકૃતિ અને માનવજાત સાથે દરેક જીવોનું રક્ષણ આ દેશને માટેપરિવર્તન માર્ગમાં યોગનું પગલું આવા સુંદર પ્રયાસોના પુષ્પોમાં એક પાંખડી અર્પણ કરવા પ્રયાસ કરવાના સંકલ્પ લઇ યોગ દિવસને વધાવીએ અને વિશ્વમાં યોગ દ્વારા શાંતિના સંદેશ પહોંચાડી ભારત વિશ્વગુરુનું સ્થાનની શોભા વધારવા સક્રિય બની રહિએ. 

જયહિન્દ જયભારત

મૃદુલા એમ ઠક્કર

ફોનઃ ૦૨૮૧/ ૨૨૨૪૮૨૮

(3:53 pm IST)