Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ચુંટણી નીધિમાં સહયોગ

સૌનો સાથ સૌનો વિકાસ ઝંખતા ભાજપને આગામી વિધાનસભાની ચુંટણીમાં વધુ મજબુત બનાવવા સહયોગ નીધિ અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ આ અભિયાનને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વેગવંતુ બનાવવા સક્રીય પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી દ્વારા ચુંટણી સહયોગ નીધીમાં અનુદાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, શીક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડીત, પ્રવિણભાઇ ડોડીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)