Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

હડમતિયા ગોલીડામાં નવા પંચાયત ઘરનું ખાતમુહુર્ત

રાજકોટઃ રાજયની ભાજપ સરકારની નેમ મુજબ રાજયની દરેક પંચાયતને પોતાના પંચાયત ઘર ન હોઇ તો નવું પંચાયત ઘર નિર્માણ કરવાની તેમજ પંચાયત ઘર જર્જરિત હોય તો નવા બનાવવા. તે અંતર્ગત હડમીયા (ગોલિડા) ગામ ખાતે મનરેગા અંતર્ગત મંજુર થયેલ નવા ગ્રામ પંચાયત ભવનનું તથા તાલુકા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેનની ગ્રાન્‍ટમાંથી મંજુર થયેલ સી.સી. રોડનું ખાત મુહુર્ત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે સરપંચ પ્રવીણભાઇ હેરભા, જેસીંગભાઇ હુંબલ, દેવરાજભાઇ ડાંગર, હસમુખભાઇ હીરપરા, નિર્મળભાઇ બકુતરા, કિરીટભાઇ હાપલીયા, મનુભાઇ ડાંગર, અશોકભાઇ હીરપરા, શુભાશભાઇ હીરપરા, મયુરભાઇ જળુ, મનુભાઇ કાકડિયા, ગોરધનભાઇ ડોબરિયા, અલ્‍પેશભાઇ મિષાી, કિશનભાઇ બથવાર, કેયુરભાઇ ઢોરિયા, મહેશભાઇ ગોલીડા, કેતન કાનાણી, વિશાલ અજાણજ્ઞી, સી. ટી. પટેલ, છગનભાઇ સખીયા, કલ્‍પેશભાઇ રૈયાણી, રસિકભાઇ ખુંટ, ચમનભાઇ સોજીત્રા, કિશોરભાઇ આટકોટીયા, તથા મોટી સંખ્‍યામાં કસ્‍તુરબાધામ (સીટ) ના આગેવાનો, સ્‍થાનીક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા.

(4:09 pm IST)