Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

હસ્‍તાક્ષર સાથેના લાઈવ સ્‍કેચ સંગ્રહનું પ્રદર્શન : નવીનભાઈની કલા નિખરી

રાજકોટ તા.૨૦ : નિજાનંદ માટે દરેક વ્‍યક્‍તિએ પોતાના માટે કોઈને કોઈ કળા કે શોખ કેળવવા જરૂરી છે. ૮૫ વર્ષની વયે ૧૫૦૦ થી વધુ વિવધ ક્ષેત્રોના મહાનુભાવોના લાઈવ સ્‍કેચની એ પણ તેમના હસ્‍તાક્ષર સાથેની કૃતિઓ તૈયાર કરીને રાજકોટના આંગણે યોજાયેલા ત્રિદિવસીય નિવૃતિનો નિજાનંદ પ્રદર્શન પરથી દરેક લોકોએ નિજાનંદ માટેની પ્રેરણા લેવી જોઈએ. તેમ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવએ આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્‍યું હતું. નવીનચંદ્રભાઈ અને તેમના કલારસિક મિત્રોની મહેનતથી અહીં ૧૫૦૦ થી વધુ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના લાઈવ સ્‍કેચ પ્રદર્શીત કરાયા હતા. આ સાથે રાજકોટના કલા જગતના ભરતભાઈ યાજ્ઞિક, શ્રીમતી રેણુબેન યાજ્ઞિક, ભૂપતભાઈ લાડવા, ઉમેશભાઈ કીયાડા, મહેન્‍દ્ર પરમાર, વિરેષ દેસાઈ, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય સહિતનાએ આ પ્રદર્શનની મુલાકાત લઇ નવીનભાઇને પ્રોત્‍સાહીત કર્યા હતા. શ્‍યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી-રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં ૧૫૦૦ થી વધુ સ્‍કેચ પ્રદર્શીત કરાયા હતા.

(4:10 pm IST)