Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ડેન્‍ગ્‍યુના ૨ તથા શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૩૯૨ કેસ

મચ્‍છરજન્‍ય રોગચાળો દેખાયો:મનપાની આરોગ્‍ય શાખા દ્વારા શહેરના ૧૬,૭૮૮ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્‍છર ઉત્‍પતિ બદલ ૫૯૪ લોકોને નોટીસ

રાજકોટ,તા. ૨૦ : ચોમાસામાં રોગચાળા અટકાયતી માટે ગત સપ્‍તાહે મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચીકનગુનિયા રોકથામ માટે ૧૦×૧૦×૧૦નું સુત્ર અપનાવવાની સાથે ફોંગીગ, પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

મચ્‍છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્‍પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્‍તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્‍છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

મહાનગર પાલિકાની સત્તાવાર યાદી મુજબ આરોગ્‍ય તંત્ર દ્વારા ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્‍યંત આવશ્‍યક છે.

ગત અઠવાડીયે મચ્‍છરજન્‍ય રોગો ડેન્‍ગ્‍યુના ૧ તથા મેલેરિયા અને ચિકનગુનિયાના શૂન્‍ય કેસ નોંધાયેલ જ્‍યારે અનુક્રમે વર્ષમાં ૧૨,૬ અને ૫ કેસ નોંધાયા છે.

જ્‍યારે અન્‍ય રોગચાળાની કેસમાં શરદી -ઉધરસના કેસ ૨૨૩, સામાન્‍ય તાવના કેસ ૭૧, ઝાડા-ઉલટીના કેસ ૯૮, ટાઇફોઇડ, કમળો તથા મરડાના એક પણ કેસ નોંધાયા નથી.

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ ૧૬,૭૮૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૬૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્‍છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્‍તારોને વહિકલ માઉન્‍ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રાઘાકૃષ્‍ણ પાર્ક, માઘવ વિહાર, સોરઠીયાવાડી, લલુડી વોકડી, વૃંદાવન સોસા., કેવડાવાડી વગેરે વિસ્‍તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્‍તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્‍ટ, કોર્મશિયલ કોમ્‍પલેકસ, ઔધોગિક એકમો, વ્‍યાપાર ધંધાનાᅠસ્‍થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્‍તારોમાં મચ્‍છરોના ઉત્‍પતિ સ્‍થાનો જોવા મળશે તો જગ્‍યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્‍યકિતને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૫૪૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્‍પિટલ, હોટેલ, ઇન્‍ડસ્‍ટ્રીઝ, હોસ્‍ટેલ, કોમ્‍પ્‍લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્‍લોટ, ઘાર્મિક સ્‍થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૯૪ લોકોને નોટીસ આપવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકનગુનિયા રોકથામ માટે ૧૦×૧૦×૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦: દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦: ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦: આ માહિતી અન્‍ય ૧૦ વ્‍યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્‍ય રોગોથી બચાવી શકાશે.

(4:17 pm IST)