Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ખાદ્યતેલોમાં નવા સપ્‍તાહે પણ ઘટાડાનો દોર જારીઃ વધુ ૧૦ થી ર૦ રૂા. તૂટયા

પામતેલમાં ર૦ અને સીંગતેલ-કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટયા : ગત સપ્‍તાહમાં પામતેલમાં ૮પ, કપાસીયા તેલમાં પ૦ અને સીંગતેલમાં ૪૦ રૂા. નીકળી ગયા

રાજકોટ તા. ર૦ : ખાદ્યતેલોમાં નવા સપ્તાહે પણ ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે વધુ ૧૦ થી ર૦ રૂા.નો ઘટાડો થયો છે.ફોરેન માર્કેટમાં ખાદ્યતેલોના ભાવો ઘટયાના અહેવાલે સ્‍થાનીક બજારમાં પામેલમાં આજે વધુ ર૦ રૂા. તુટયા હતા. પામતેલ લુઝના ભાવ ૧૩૭૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર વાગ્‍યે ૧૩પ૦ રૂા. થયા હતા જયારે પામટીનના ભાવ રર૦પ થી રર૧૦ હતા તે ઘટીને ર૧૮પ થી ર૧૯૦ રૂા. થયા હતા. સીંગતેલમાં ૧૦ રૂા.ના ઘટાડા સાથે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧પ૬૦ રૂા. હતા. તે ઘટીને ૧પપ૦ રૂા. અને સીંગતેલ નવાટીનના ભાવ ર૬૮પ ની ર૭૩પ રૂા. હતા. તે ઘટીને ર૬૭પ થી ર૭રપ રૂા. થયા હતા કપાસીયા તેલમાં ૧૦ રૂા.નો ઘટાડો થતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૪પ રૂા. હતા તે ઘટીને ૧૪૩પ અને કપાસીયા તેલના ભાવ રપરપ થી રપ૭પ રૂા. હતો તે ઘટીને રપ૧પ થી રપ૬પ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ગત સપ્‍તાહમાં પામતેલમાં ૮પ, કપાસીયતેલમાં પ૦ અને સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂા. નીકળી ગયા હતા

(4:21 pm IST)