Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કાલે રાજકોટ બનશે યોગમયઃ ૮૧ સ્‍થળોએ કાર્યક્રમ

મ્‍યુ. કોર્પોરેશન દ્વારા વિશ્‍વ યોગદિનની ભવ્‍ય ઉજવણીઃ તડામાર તૈયારીઓઃ રેસકોર્ષ મેદાનમાં પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા કુવાડવા રોડ પરના મેદાનમાં મંત્રી અરવિંદ રૈયાણીની ખાસ ઉપસ્‍થિતિઃ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાવા પદાધિકારીઓનો અનુરોધઃ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ ખાતે દિવ્‍યાંગો અને યોગ એકસપર્ટ બાળકો વગેરે યોગમાં જોડાશે

રાજકોટ,તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પણ ૨૧ જુનના રોજ યોગ દિવસની ઉજવણી કરાશે. દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ રહી છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ૮૧ સ્‍થળોએ યોગ દિવસની ઉજવણી થશે. મુખ્‍યત્‍વે ઈસ્‍ટ, વેસ્‍ટ અને સેન્‍ટ્રલ ઝોનમાં તેમજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્‍કુલો, હાઈસ્‍કુલો ઉપરાંત મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ, લાઈબ્રેરી, ઇવનિંગ પોસ્‍ટ, રેન બસેરા વગેરે સ્‍થળોએ યોજાશે. તેમ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્‍યુ હતુ.

રેસકોર્ષ

સેન્‍ટ્રલ ઝોન રેસકોર્ષ ખાતે ર્ રાજયપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન  શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ જુદી જુદી કમીટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.

નાના મૌવા

વેસ્‍ટ ઝોન નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્‍ડ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, સુરેન્‍દ્રનગરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી-ગુજરાત મ્‍યુનિ.ફાઈનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તેમજ જુદી જુદી કમીટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.  

કુવાડવા રોડ રણછોડદાસજી આશ્રમ સામેના મેદાનમાં

ઈસ્‍ટ ઝોન પૂ.રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે રાજયના વાહન વ્‍યવહાર નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માન.મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા જુદી જુદી કમીટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે. ઉક્‍ત ત્રણેય સ્‍થળોએ  શ્રી રવિશંકર એકેડેમિક, બ્રહ્માકુમારી અને પતંજલિ સંસ્‍થાના યોગ ગુરૂઓ દ્વારા યોગા કરાવાશે.

મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ

આ ઉપરાંત મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ ખાતે દીવ્‍યાંગો અને યોગ એક્‍સપર્ટ બાળકો દ્વારા યોગ કરાશે. જયાં રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા અને ભાવનગરના પ્રભારી કશ્‍યપભાઈ શુક્‍લ ઉપસ્‍થિત રહેશે.

ઈસ્‍ટ, વેસ્‍ટ અને સેન્‍ટ્રલ ઝોનના યોગ સ્‍થળોએ થયેલ આયોજન અને તૈયારીની સમિક્ષા કરવા પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી હતી.

(4:32 pm IST)