Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આજે રાત્રે ગુજરાતી ગીત સંગીતનો મેઘ મલ્હાર : મારૃં ચોમાસુ કયાંક આસપાસ છે

પ્રહર વોરા, નિધિ ધોળકીયા, ગાર્ગી વોરા, ગાથા પોટા અને ચેતાલી છાયા ગીતોથી શ્રોતાઓને ભીંજવશે : કવિ અને ગીતકાર મિલિન્દ ગઢવી દ્વારા શબ્દ સંચાલન

રાજકોટ : ગીતસંગીત ના રસીકો માટે આજે સોમવારની રાત્રી સૂર શબ્દ અને સંગીતના ત્રિવેણી સંગમ સમી બની રહે તેવું આયોજન થયું છે જેમાં મેઘરાજાના આગમનને વધાવવા મારૂ ચોમાસું ક્યાંક આસપાસ છે તેવા સૂરમય કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો એક પછી એક રચના રજૂ કરી શ્રોતાઓને સંગીતમાં ભીંજવશે.

જૈન વિઝન અને વી ટી વી ન્યૂઝ ગુજરાતી દ્વારા સોમવારે રાત્રે રાજકોટના હેમુ ગઢવી હોલ માં મારૃં ચોમાસું ક્યાંક આસપાસ છે.. સૂરમય કાર્યકમમાં મેઘરાજાના આગમન ને વધાવવાના આ કાર્યકમમાં ગુજરાતી સુગમ સંગીત ના જાણીતા ગાયક કલાકારો પ્રહર વોરા નિધિ ધોળકિયા ગાર્ગી વોરા ગાથા પોટા અને ચેતાલી છાયા વરસાદી મૌસમના ગીતો રજૂ કરનાર છે જયારે જાણીતા કવિ ગીતકાર એવા મિલિન્દ ગઢવી ના સંચાલનના સુકાન માં આશિષ કોટક સંગીત સંચાલનમાં આ કાર્યક્રમ યોજાનાર છે. સંગીત જલસાના સીઝન ૨માં ગાયક  કલાકારોની કલાને પોંખવા સંગીત પ્રેમીઓ ઉત્સુક બની આ કાર્યકમ માણવા તૈયાર બન્યા છે વીટીવીના એસોસીએટ એડિટર ધર્મેશ વૈદ્ય સન્ની મેયડ સહીત ટીમ દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યાનું જણાવાયુ છે.

આજના કાર્યક્રમમાં રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મુખ્યઅતિથી તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ડો.પ્રદીપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલલાખાભાઇ સાગઠીયાપ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરીશ ભીમાણી, જે એમ જે ગ્રુપના એમડી મયુરધ્વજસિંહ જાડેજા, વોર્ડ નં. ૨ના કોર્પોરેટર જયમીન ઠાકરરાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોધરા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા રાજકોટ જૈન સમાજ અગ્રણી સી એમ શેઠ જીતુભાઇ ચા વાળા  સુનિલ શાહ ઉદ્યોગપતિ રાજેશ પરસાણા અગ્રણી બિલ્ડર સાહીદભાઇ નગર વાલા તથા રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ  મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર આશિષ જોષી હાજરી આપશે.

તસ્વીરમાં ગાથા પોટા, ચેતાલી છાયા,  મિલન કોઠારી, વિપુલ મહેતા, નિલ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:34 pm IST)