Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દરેક પથ્થરમાં નિશ્ચિત આકૃતિ મોજુદ હોય છે, જરૂર બસ દ્રષ્ટિ કેળવવાની છે : સલીમ સોમાણી

રાજકોટ નાગરિક બેંક યોજીત વાંચન પરબમાં 'પારિવારિક જીવન વિષેની શીખ' મુદ્દે છણાવટ

રાજકોટ : સૌરાષ્ટ્ર કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડયુલ્ડ બેંક રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા વાચન પરબ ચાલી રહ્યુ છે. જે અંતગૃત ૫૬ માં મણકામાં રોબીન શર્મા લિખિત 'ફેમીલી વિશડમ' નો ગુજરાતી અનુવાદ 'પારિવારિક જીવન વિષેની શીખ' નું આકાશવાણીના ઉદ્દઘોષક લેખક વકતા સલીમ સોમાણીએ રસપાન કરાવ્યુ હતુ. બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફીસ 'અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય' ખાતે યોજાયેલ આ ભાવયાત્રામાં તેઓએ રસપાન કરાવતા જણાવ્યુ હતુ કે દરેક પથ્થરમાં નિશ્ચિત આકૃતિ મોજુદ હોય છે. પરંતુ તેને નિહાળવા માટે આપણે દ્રષ્ટિ કેળવવી પડે. સતત વિઝયુલાઇઝ કરો, રિવ્યુ કરો, રીવીઝન કરો એટલે સફળતા મળે.  આ વાંચન પરબમાં જીમ્મલીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), જીવણભાઇ પટેલ (પૂર્વ વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન, અર્જુનભાઇ શીંગાળા ઉપરાંત વિવિધ શાખા વિકાસ સમિતિના કન્વીનર, સહ કન્વીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન ધનંજય દત્તાણીએ કરેલ.

(4:35 pm IST)