Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કાલે રાષ્ટ્રીય શાળા ખાતે નિઃશુલ્ક નાદબ્રહ્મ ધ્યાન

સ્પેશ્યલ કેક કટીંગ સેરેમની : રાષ્ટ્રીય શાળા રાજકોટ ગ્રુપ દ્વારા આયોજન : જાહેર આમંત્રણ : છેલ્લા ૩ વર્ષથી સમૂહમાં થઈ રહેલ દરરોજ ઓશો સક્રિય ધ્યાન પ્રયોગ

રાજકોટ : આવતીકાલે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે રાષ્ટ્રીય શાળા રાજકોટ યુથ દ્વારા રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલ ખાતે સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી ઓશો દ્વારા સુચિત નાદબ્રહ્મ ધ્યાન કરાવવામાં આવશે. આ અતિ મહત્વના દિવસને યાદગાર બનાવવા માટે સ્પેશ્યલ કેક કટીંગ સેરેમની પણ રાખેલ છે. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રહેશે.

આ કાર્યક્રમમાં દરેક લોકો ભાગ લઈ શકશે એટલે કે ઓશો સન્યાસી ન હોય તે પણ જોડાઈ શકશે અને જે પણ ઓશો સન્યાસી જોડાઈ તે શકય હોય તો મરૂન રોબ પહેરીને આવવા વિનંતી કરાઈ છે.

યોગ વિશે ઓશોના વિચાર

ઓશો યોગની વ્યાખ્યા આ રીતે કરતા કે સ્વ એટલે કે ખુદ પોતાની સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એ યોગ છે. આ યોગ એટલે કે ખુદ પોતાની સાથે જોડાવા માટે પતંજલી એ અષ્ટાંગ યોગ આપેલ છે. યોગ માટેના આ આઠ અંગનો ઉપયોગ છે જે આ પ્રમાણે છે.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી યોગના મુખ્યત્વે બે પ્રકાર છે. હઠયોગ અને રાજયોગ. હઠયોગની પ્રક્રિયામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા જેવા અંગોનો ઉલ્લેખ છે. તે દ્વારા ધ્યાનની પ્રાપ્તિ થાય અને અંતે ધ્યાન દ્વારા સમાધીની પ્રાપ્તિ થાય તે રીતે પ્રક્રિયા છે.

ઓશો દ્વારા સીધા રાજયોગની પ્રક્રિયા દ્વારા સીધા ધ્યાનમાં ઉતરવા માટે ઓશોએ ધ્યાનની ૧૧૨ વિધિઓ આપેલ છે.

એટલે કે જે વ્યકિતએ કયારેય પણ ધ્યાન ન કરેલ હોય તે વ્યકિત પણ આસાની થી ધ્યાનની અનુભૂતિ કરી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઓશો કોમ્યુન રાજકોટ રાષ્ટ્રીય શાળા ગ્રુપ છેલ્લા ૩ વર્ષથી નિયમીત રોજ સવારે રાષ્ટ્રીય શાળા હોલમાં દરરોજ સવારે ૬ થી ૭ ઓશોનું સક્રિય ધ્યાન પ્રયોગ સમૂહમાં કરે છે. દરરોજ સવારે જે પ્રયોગ કરામાં આવે છે તેમાં કોઈપણ ફી લેવામાં આવતી ન હોવાનું જણાવેલ.

આ કાર્યક્રમની વધુ માહિતી માટે દિલીપભાઈ પટેલ - મો. ૯૮૨૫૨ ૨૯૩૯૪, ભીખાલાલ વોરા - ૯૩૭૪૧ ૦૧૧૨૪, ભાવનાબેન કાસુન્દ્રા - ૭૫૭૫૦ ૦૨૦૨૦ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:41 pm IST)